Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં સફાઇ માટે લાખોના ખર્ચે ભાડે લીધેલા જેસીબી ધોળા હાથી સમાન

similar-to-jcb-white-elephant-rented-at-the-cost-of-millions-for-cleansing-in-bhanvad

સફાઇના અભાવે શહેરની બન્ને નદીઓમાં નર્કાગાર જેવી સ્થિતિ: ઠેર-ઠેર ગંદકીના ગંજ

ભાણવડ:-ભાણવડ શહેરમાં સ્વચ્છતાના નામે પાલિકાની પોલ ખુલી જવા પામી છે. શહેરીજનોમાં એવી શંકાએ પણ જોર પકડયું છે કે, સ્વચ્છતાના નામે પાલિકામાં ખાનગી એજન્સીઓના જેસીબીના મુકેલા લાખો રૂપિયાના  બિલો પાસ કરવામાં આવતા હોય છે તે જેસીબી એક માસમાં એટલા કલાક ચલાવવામાં કયાં આવેલા છે? પ્રજામાં શંકા પ્રસરેલી છે કે, આ બીલો મુદ્દે કુલડીમાં ગોળ તો નથી ધોવાઇ રહ્યોને? તેવા પ્રશ્ર્નો ઉઠયા છે.

ભાણવડ શહેર મઘ્યે વેરાડ ગેઇટ બહાર આવેલી નકદી નદીમાં જ્યાં નજર પહોંચે ત્યાં ગંદકીના ગંજ  છે અને સફાઇ કે સ્વચ્છતાના નામે તદ્દન શુન્યાવકાશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સતાધિશો સફાઇ અને સ્વચ્છતાના પોકળ દાવા કરી કરતા રહે છે.

શહેરમાં હાલ ઠેર ઠેર સફાઇનો અભાવ વર્તાઇ રહ્યો છે અને શહેર મઘ્યે જ આવેલી બે નદીઓમાં નર્ગાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બન્ને નદીઓમાં  ગંજ ખડકાયેલા છે તેમાં પણ વેરાડ નાકા બહાર આવેલી નકટી નદીમાં તો રીતસર નર્ગાકાર સ્થિતિ છે અને આસપાસના રહિશો માટે બીમારીનું ઘર બની ગયેલ છે. નદીમાં ભરાયેલ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી ગયો છે જે ડેન્યું, મેલેરીયા સહિતના રોગો ફેલાવી રહ્યા છે. ત્યારે પાલિકામાં આ નકટી નદીની  કરી કેનાલ આકારે બનાવવાનો કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ સતાધિશોના હોદેદારે જ રાખેલ છે તેવી ચર્ચા છે.

પાલિકાના ખાનગી અને વિશ્ર્વાસપાત્ર સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકા પાસે અનેક મશીનરીઓ ઉપલબ્ધ છે જેમાં એક જેસીબીનો પણ સમાવેશ થાય છે તેમ છતાં હાલમાં જ એક ખાનગી એજન્સીના જેસીબીને  રાખવામાં આવેલ અને આ નકટી નદીમાં તેમજ અન્ય સ્થળોએ સફાઇ કામમાં ઉપયોગમાં લેવાયેલ જેનું એક માસનું બિલ આશરે પાંચેક લાખ જેવું થયું અને એ બિલ પાલિકામાં મુકવામાં આવ્યું કે તરત પાસ પણ થઇ ગયું જેનાથી શહેરીજનો આશ્ર્ચર્યચકિત થઇ ઉઠયા હતાં. ખાનગી સુત્રોના જણાવ્યા મુજબ પાલિકાની માલિકીનું જેસીબી મશીન હોવા  એ ખાનગી જેસીબીનો ઉપયોગ સ્વચ્છતાના કામોમાં કરવામાં આવ્યો હોય તો શહેર એકદમ સ્વચ્છ અને સુઘડ હોવુ જોઇએ પરંતુ હકિકત એ છે. શહેરમાં સ્વચ્છતાના નામે શુન્યાવકાશ છવાયો છે.

Related posts

ચૂંટણી ટાણે જ ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રદેશમંત્રીએ રાજીનામું આપ્યું

Nawanagar Time

રાઘવજી પટેલની દાવેદારીથી ભાજપમાં ભડકો

Nawanagar Time

તમાકુ છોડો, મુખવાસ અપનાવો: વ્યસનમુક્તિ માટે અનોખો પ્રયાસ

Nawanagar Time

Leave a Comment