Nawanagar Time
ગુજરાત જામનગર

‘સાહેબ! અહીં દેશી દારૂની લાલચ અપાય છે!!’

sir-here-is-the-temptation-of-indigenous-liquor

લોકસભા ચૂંટણીમાં મતદારોને રિઝવવા રાજકીય પક્ષોના કાવા-દાવા વચ્ચે આચારસંહિતા ભંગની છ ફરિયાદ

મદદનીશ ચૂંટણી અધિકારીએ ચોંકાવનારી ફરિયાદ મામલે ત્વરિત પગલાં ભરવા પોલીસને આપી સૂચના

જામનગર:-જામનગર લોકસભા અને વિધાનસભા (ગ્રામ્ય)ની પેટા ચૂંટણીમાં આચાર સંહિતાની કડક અમલવારી માટે તંત્ર એલર્ટ છે ત્યારે જ  ટોલફ્રી 19પ0 નંબર પર ચૂંટણી તંત્રને વિચિત્ર ફરિયાદ મળી હતી. જેમાં અજાણ્યા વ્યક્તિએ જામનમગરના ચોક્કસ વિસ્તારમાં દેશી દારૂ વિતરણ કરાતો હોવાની ફરિયાદ કરતાં ચૂંટણી તંત્રએ પોલીસ વિભાગને દોડતું કર્યું હતું.

લોકસભાની ચુંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્યારે જામનગરમાં આચારસંહિતા ભંગ કરનારાઓ સામે પગલા લેવા માટે  સેલની રચના કરવામાં આવી છે. જેમાં આજે જુદા જુદા વિસ્તારોમાં રાજકિય પાર્ટીઓ દ્વારા દેશી દારૂ લેવા મોકલવામાં આવતાં હોવાની 6 ફરીયાદ નોંધાઈ છે. લોકસભા સામાન્ય ચુંટણી-ર019ના સંદર્ભમાં જામનગરમાં ડી.સી.સી.સેન્ટર તથા ઓનલાઈન ફરીયાદ સી-વીજીલની કામગીરી પર દેખરેખ રાખવા મોનીટરીંગ સેલની રચના કરવામાં આવી છે. જેમાં કોઈ રાજકિય પક્ષો દ્વારા ચુંટણી  ભંગ કરે તો તેની સામે પગલા લેવામાં આવે છે. ત્યારે આજે તા.ર/4ના રોજ જામનગર ઉતર-78 વિધાનસભા મતદાર વિભાગના એક અનામી નાગરીક દ્વારા આચાર સંહિતા ભંગ થતી હોવાની 19પ0 ઉપર કોલ કર્યો હતો. જેમાં રાજકિય પક્ષો દ્વારા લોકોને લંઘાવાળના ઢાળીયા પાસે-મચ્છી માર્કેટ, જોલી બંગલા પાસે, પવનચક્કી વિસ્તાર, સાધના કોલોની 1લો  રજો ઢાળીયો, બેડી ચોક-મસ્જિદની આગળ, શંકર ટેકરી હરીભાઈની હોટલ પાસે દેશી દારૂ લેવા મોકલવામાં આવતાં હોવાની ફરીયાદ કરી છે. આ અંગે મદદનીશ ચુંટણી અધિકારી એચ.એમ.સોલંકીએ જીલ્લા પોલીસ વડાને સુચના આપીને તમામ મુદામાલ મળી જાય તેવી વ્યવસ્થા કરવા સુચના આપી છે.

Related posts

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ફરી પ્રેમ પાંગર્યો

Nawanagar Time

જામનગરમાં કોરોના વિકરાળ બનવાની ચેતવણી આપતાં કલેકટર

Nawanagar Time

જામનગરમાં પ્રથમ દિવસે 46256 મધ્યમ વર્ગિય પરિવારોને રાશન વિતરણ

Nawanagar Time

Leave a Comment