Nawanagar Time
ગુજરાત જામનગર

સુવારડામાં બે મહિલા સહિત 6 જુગારીઓ ઝડપાયા

six-gamblers-including-two-women-were-arrested-in-sughada

એલસીબીએ ગુલાબનગર નજીકથી ઘોડીપાસાનો જુગાર ઝડપી લીધો : બેડી વિસ્તારમાં એકીબેકીનો જુગાર ઝડપાયો

જામનગર:-જામનગર તાલુકાના સુવારડા ગામે જુગાર રમતી બે મહિલાઓ સહીત છ શખસોને આરઆરસેલે રોકડ સહિતના 1.64 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. આરઆર સેલ પોલીસના દરોડા દરમિયાન ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા હતા. જયારે અન્ય બે દરોડામાં ચાર સખ્સો જુગારની મોજ માણતા પકડાયા હતા જયારે ત્રણ સખ્સો ફરાર થઇ ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જીલ્લામાં જુગારની અસામાજિક દુષણને નાથવા પોલીસ દ્વારા સતત કાર્યવાહીને આગળ ધપાવવામાં આવી છે. જેને લઈને આરઆરસેલે તાલુકાના સુવરડા ગામે ડાભાર વાડી વિસ્તારના ખરાબામા ઉગી નીકળેલ ઝાડી ઝાખરામા અમુક મહિલાઓ અને પુરુષો જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે રેંજ પોલીસે દરોડો પાડ્યો આ દરોડામાં જુગાર રમી રહેલા અજય જયસુખભાઇ મનજીભાઇ નંદા જાતે ભાનુશાળી ઉ.વ 30 રહે ગામ સુવરડા તા.જી જામનગર, આમીનભાઇ દિનમામદભાઇ સફીયા જાતે સંધી ઉ.વ 45 રહે રાંદલવડ જામનગર,  સુરેંદ્રસિંહ હનુભા રામસિંગ સોલંકી જાતે ગીરા ઉ.વ 40 રહે પટેલવાડી રામેક્ષ્વર જામનગર, શીતક ઉર્ફે સવીતાધીરજભાઇ મેકજીભાઇ રાઠોડ જાતે વણકર ઉ.વ 40 રહે શક્કરટેકરી જામનગર, ભાવનાબેન રતીલાલ ગોંવીદભાઇ ચાદેરા જાતે કુંભાર ઉ.વ 54 ધંધો વેપાર રહે રામેક્ષ્વર પટેલ વાડી જામનગર, મહેશભાઇ મનસુખભાઇ ઝડીયા ઉ.વ 54 રહે મહાલક્ષમી ચોક નીલકંઠ એપાર્ટમેન્ટ જામનગર, વીજય અશોકભાઇ હંસરાજ ભાઇ શાહ જાતે વાણીયા ઉ.વ 47 ધંધો વેપાર રહે પારસ સોસાયટી ડોમીનોઝ પિઝા પાસે જામનગર વાળા સખ્સો તીન પતીનો જુગાર રમતા આબાદ પકડાયા હતા. પોલીસે તમામ સખ્સોના કબ્જા માંથી 24300ની રોકડ રીક્ષા તથા મો.સા નંગ 2 કિ. રૂ 1,40,000 મળી કુલ 1,64,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે જામનગરમાં ગુલાબનગર સામે અલીશાપીરની દરગાહ પાછળ એલસીબી પોલીસે દરોડો પાડી ઘોડી પાસા ફેકી જુગાર રમતા  હિતેશભાઇ જેઠાલાલ જોઇસર જાતે ભાનુશાળી ઉવ.37 ધંધો વેપાર રહે. દિ.પ્લોટ-58, અંજલી વીડીયો પાસે, ગજાનંદ એપાર્ટમેન્ટ જામનગર અને હાજીભાઇ સીદીકભાઇ ખફી જાતે સુમરા ઉવ.34 રહે. ખોજાનાકા બહાર રિધ્ધીસીધ્ધી સોસાયટી વાળા સખ્સોને પોલીસે રૂપિયા 11100ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. દરોડા દરમિયાન જેન્તીભાઇ દેવીપૂજક રહે. પોલીસ ચોકી પાછળ અને ઇમરાન ઉર્ફે ઇમલો ખેરાણી નામના બે સખ્સો ફરાર થઇ ગયા હતા.

પોલીસે તમામની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બેડી વિસ્તારમાં આવેલ રામ મંદિર ચોકમાં જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીનો જુગાર રમતા મહમદ હુસેન સતારભાઇ ખલીફા મુસ્લીમ ઉ.વ.35ધંધો રી.ડ્રા.રહે રામમંદીર ચોક બજાર મા ડાડા પટેલ ની બાજુમા અને મનસુર ઉર્ફે શમીર મેહમુદભાઇ બંદરી ઉ.વ.19ધંધો.મજુરી રહે બેડી જુમ્મા મસ્જિદ પાસે જુની મચ્છિપીઠ જામનગર વાળા શખસોને પોલીસે રૂપિયા 510ની રોકડ સાથે આંતરી લીધા હતા.

Related posts

RTO એજન્ટનું બોગસ પાસિંગ કૌભાંડ, જૂના ટ્રકનું નવું પાસિંગ કરાવતા ગુનો નોંધાયો

Nawanagar Time

સલાયાની ખાડીમાં ડૂબી જતા એક જ પરિવારના ત્રણ બાળકોના મૃત્યું

Nawanagar Time

સ્વચ્છ જામનગર? મેયરના વોર્ડમાં જ કચરાના ઢગલાં

Nawanagar Time

Leave a Comment