Nawanagar Time
ગુજરાત જામનગર

મકર સંક્રાંતિએ જામનગરીઓ 6 હજાર કીલો ઉંધીયુ ઝાપટશે

six-thousand-kalas-will-be-buried-in-jamnagriyas-in-makar-transit

પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ઉંધીયાના ઓર્ડરમાં લોકોએ બ્રેક મારી: હવે ઉંધીયુ ઘરે બનાવવાનો ક્રેઝ

જામનગર:-મકર સંક્રાંતિના તહેવારે પતંગ ચગાવવાની સાથોસાથ લીલા શાકભાજીથી સભર સ્વાદિષ્ટ ઉંધીયુ આરોગવાનો ક્રેઝ ગુજરાતીઓમાં તમામ સ્થળે જોવા મળે છે. આ વર્ષે જામનગર વાસીઓ પણ ઉંધીયુ ખાવા અને બનાવવા માટે થનગની રહયા છે. આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં 6 હજાર કિલો ઉંધીયુ જામનગરના લોકો ઝાપટી જશે તેવી અપેક્ષા વેપારીઓ સેવી રહયા છે જો કે, કયાંક- કયાંક બજારમાંથી ઉંધીયુ તૈયાર લેવાની જગ્યાએ ઘરે જ બનાવવાનો ક્રેઝ પણ જોવા મળી રહયો છે.

જામનગરીઓ આમ તો સ્વાદના શોખીનો તરીકે ઓળખાય છે જામનગરની કચોરી, ભેળ, ઘુઘરા સહીતની વસ્તુઓ દેશ વિદેશમાં પ્રચલીત છે, સ્વાદના શોખીનોને આ વર્ષે મંદીનું ગ્રહણ નડી રહ્યું હોય તેવું જામનગરની ખાણીપીણીની પેઢીઓ જણાવી રહી છે.  વૈશ્ર્વિક મંદીને કારણે જામનગરના બ્રાસ ઉધોગને મોટો ફટકો પડયો છે. સમગ્ર શહેરમાં બ્રાસપાર્ટના ધંધાર્થીઓ વસતા હોય આથી જામનગરમાં આ વર્ષે ખાણીપીણીના મોટા વેપારીઓ જણાવે છે કે આમ તો ઉતરાયણ પર્વના આઠ દિવસ અગાઉ પ્રતિવર્ષ ઓર્ડર બુકીંગ શરૂ થતુ હોય છે આજે ઉતરાયણને એક દિવસની વાર છે તેમ છતાં ખાસ કંઇ બુકીંગ થયું નથી. વેપારીઓએ ઉતરાયણના દિવસે લોકો ઉંધીયાની ખરીદી કરવા આવશે તેવી આશા વ્યકત કરી છે, ગત વર્ષે સમગ્ર જામનગરવાસીઓ 4 થી 5 હજાર કીલો ઉંધીયુ આરોગી ગયા હતાં. આ વર્ષે પણ વેપારીઓ જણાવે છે કે 5 થી 6 હજાર કીલો ઉંધીયું લોકો ખરીદી કરશે તેવું લાગે છે. દર વર્ષ કરતાં આ વર્ષે લીલી શાકભાજી ઉંધીયામાં વપરાતા વિવિધ પ્રકારના લીલા શાક પ્રમાણમાં મોંઘા હોય આથી વેપારીઓ ખરીદી કરવામાં મુંજવણમાં મુકાયા છે. લીલા શાક જોઇએ તેટલા સસ્તા ન થતાં વેપારી વર્ગ જણાવે છે કે એક તરફ મંદીનો માહોલ છે તો બીજી તરફ ઓર્ડર બુકીંગ ન મળવાને કારણે શાકભાજીની ખરીદી કેવીરીતે કરવી તે પણ એક વિડંબના છે. અત્રે નોંધનીય છે કે જામનગરીઓ આમ તો દરેક તહેવાર ઉત્સાહભેર ઉજવતા હોય છે. આ વર્ષે મકરસંક્રાતિ નિમીતે ખાણીપીણીમાં શહેરીજનો બે્રક મારે છે કે કેમ? તે જોવું રહ્યું ઉપરાંત મંદીનો માહોલ અને શાકભાજીના ભાવ આસમાને જવાથી લોકો ઘેર જ ઉંધીયુ બનાવવાનું પસંદ કરશે તેવુ અનુમાન લગાવી શકાય છે.

જામનગર ખાણીપીણીની ચીજવસ્તુઓમાં પ્રખ્યતા શહેર માનવામાં આવે છે, આ વર્ષે મંદીના કારણે વેપારીઓને ઉંધીયાના ઓર્ડર મળ્યાં નથી, લોકો તહેવારની ઉજવણી તરફ આગળ વધી રહ્યાં છે પરંતુ લીલી શાકભાજીના ભાવ પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ઉંચા હોવાથી લોકો બહારનું ઉંધીયુ ન ખરીદતાં ઘેર ઉંધીયુ બનાવવાનું વધુ પસંદ કરતાં હોય તેવું લાગે છે. કારણ કે વેપારીઓ જણાવે છે કે પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ઓર્ડરનું પ્રમાણ અને ખરીદીનો માહોલ મંદીને કારણે ખાણીપીણીમાં ઓછો રહેશે.

Related posts

પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો? ફરિયાદ નહીં!

Nawanagar Time

જામનગર પાંજરાપોળના ગાયોની હાલત કફોડી

Nawanagar Time

ખંભાળિયામાં જુગારની આદતે સોની પરિવારને બરબાદ કરી નાખ્યો!

Nawanagar Time

Leave a Comment