Nawanagar Time
ગુજરાત જામનગર

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા-થેલીઓનો ધૂમ વપરાશ, કોણ કરશે બંધ ?

smokeless-consumption-of-restricted-plastic-jambole-bags

પ્લાસ્ટીક ઝુંબેશ લાંબા સમયથી બિલકુલ ઠપ્પ થઇ ગઇ હોવાથી નવેસરથી એકડો ઘૂંટવાની જરૂર

જામનગર:-જામનગરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઝબલા અને થેલીઓનો વપરાશ ફરીથી પુર બહારમાં ખીલ્યો છે થોડા સમય માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાયા બાદ હવે પ્લાસ્ટીકના વપરાશ મુદ્દે ઢીલી નીતીના કારણે ફરીથી પ્લાસ્ટીકનું પ્રદુષણ વધવા  છે હાલ, શહેરની શેરી-ગલ્લીએ પ્લાસ્ટીકના ઝબલા થેલીનો બેરોકટોક વપરાશ થતો જોવા મળે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં છાશવારે નવી નવી ઝુંબેશ શરૂ કરાય છે. પરંતુ થોડા દિવસમાં સમગ્ર ઝુંબેશને વિસરી જઇને કોઇ નવી ઝુંબેશના ઢોલ-નગારાં વગાડાય છે. આનું ઉત્તમ ઉદાહરણ પ્લાસ્ટિક ઝુંબેશનું છે. સત્તાધીશોની પ્લાસ્ટિક ઝુંબેશ લાંબા સમયથી  ઠપ થઇ ગઇ છે, જેેના કારણે ટોચના સ્તરેથી પ્લાસ્ટિક ઝુંબેેશમાં ફરીથી એકડો ઘૂંટવાની તાકીદ સંબંધિત વિભાગને કરાઇ છે. પ્લાસ્ટિક ઝુંબેશ ઠપ થવાથી શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ છૂટથી થવા લાગ્યો છે. કરિયાણાની નાની-મોટી દુકાનો, ડેરી, મીઠાઇ-ફરસાણની દુકાન તેમજ શાકમાર્કેટમાં છૂટથી ઝભલા થેલી જોવા મળે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ દરમિયાન શહેરના  મોલમાં દરોડા પાડીને મીડિયામાં જોરશોરથી પ્રસિદ્ધિ લેનારા મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હવે ઝભલા થેલીના સતત વધતા જતા દૂષણની સામે જોવા તૈયાર નથી.

જોકે મ્યુનિસિપલ કમિશનર એસ.એ. પટેલ પ્લાસ્ટિક ઝુંબેશ ઠપ થવાથી સંબંધિત વિભાગ પર રોષે ભરાયા છે. કમિશનરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ  તેમજ તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશને પુન: શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

Related posts

આઠ-આઠ બિમારી છતાં જામનગરના ભગવતીબેને કોરોનાને હરાવ્યો

Nawanagar Time

જિલ્લામાં ઠંડીનો પગપેસારો

Nawanagar Time

જામનગર જિલ્લામાં શેરડીના વાવેતરથી વિમુખ થયા ખેડૂતો

Nawanagar Time

Leave a Comment