Nawanagar Time
નેશનલ

તો રાજકારણ જ છોડી દઇશ: સ્મૃતિ

so-politics-will-be-left-alone-smruti

નવીદિલ્હી:-વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલીય વખત જાહેરમાં પોતાના રોલ મોડલ બતાવી ચૂકેલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે દિવસે પીએમ મોદી રાજકારણમાંથી સંન્યાસ લેશે  દિવસે તેઓ પણ સંન્યાસ લઇ લેશે. વર્ડ્સ કાઉન્ટ ફેસ્વિટલ કાર્યક્રમમાં ભાગ લેવા પૂણે પહોંચેલા સ્મૃતિ ઇરાની એ પરિચર્ચા દરમ્યાન આ મોટું નિવેદન આપ્યું. આપને જણાવી દઇએ કે અમેઠીમાં 2014મા ચૂંટણી પ્રચાર દરમ્યાન સ્મૃતિને પીએમ મોદી એ નાની બહેન કહીને સંબોધિત કર્યા હતા.

સ્મૃતિ એ પીએમ મોદી માટે પોતાનું સમ્માન  કરતાં આ વાત કહી. મોદી પોતાને પ્રધાનસેવક કહે છે અને એ વાતનો હવાલો આપતા એક દર્શકે પૂછયું કે શું તમે પણ પ્રધાનસેવક બનવાની રેસમાં છો. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જે દિવસે પ્રધાનસેવક નરેન્દ્ર મોદી રાજકારણમાંથી સંન્યાસ લઇ લેશે, હું પણ ભારતીય રાજકારણને અલવિદા કહી દઇશ. આ પ્રશ્ર્નનો  આપવા દરમ્યાન સ્મૃતિ એ ભાજપના દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે કયારેય નહીં, હું રાજકારણમાં શાનદાર નેતાઓની સાથે કામ કરવા માટે આવી છું અને આ કેસમાં હું ખૂબ ભાગ્યશાળી રહી છું.

Related posts

ભાયડો હોં… બીએસપીને બદલે બીજેપીને મત દેવાતા આંગળી કાપી

Nawanagar Time

હરિયાણામાં અપક્ષોના ટેકાથી સરકાર રચશે ભાજપ

Nawanagar Time

માહીને PUBG રમવામાં હવે પડી રહી તકલીફ

Nawanagar Time

Leave a Comment