Nawanagar Time
ગુજરાત જામનગર

તો… શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ જીવતા સમાધી લેશે !

so-the-saurashtra-chief-of-the-shiv-sena-will-settle-down-aliveso-the-saurashtra-chief-of-the-shiv-sena-will-settle-down-alive

2019માં લોકસભા મોદી સરકારનો ઝળહળતો વિજય નિશ્ર્ચિત હોવાનું જણાવતા શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ દેવાયતભાઇ ચાવડા

જામનગર:-એક તરફ મહારાષ્ટ્રમાં ગઠબંધન અને બેઠકોની ફાળવણીને લઇ ભાજપ શિવસેના આમને સામને આવી ગયા છે તો બીજી તરફ જામનગર ખાતે રહેતાં શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ દેવાયતભાઇ ચાવડાએ 2019માં મોદીસરકારની જીતને નિશ્ર્ચિત ગણાવી છે અને જો  સરકાર હારે તો જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતાં આશ્ર્ચર્ય સર્જાયુ છે.

શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ દેવાયતભાઇ ચાવડાએ કોંગ્રેસ અને વિપક્ષોને ખુલ્લો પડકાર ફેંકતા જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે દેશની જનતાને અવડે માર્ગે દોરશો નહીં, જાતિવાદીની રાજનીતી રમશો નહીં, કે બાનમાં લેશો નહીં હવે આવતા 15 વર્ષ આરામ કરો  કે હવે દેશને યોગ્ય સરકાર મળી ગઇ છે.

વધુમાં તેઓ આત્મ વિશ્ર્વાસ સાથે ઉમેરે છે કે, આગામી લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી સરકારનો ભવ્ય વિજય નિશ્ર્ચિત છે અને જો તેમ ન થાય તો હું એટલે કે દેવાયતભાઇ ચાવડા જીવતા સમાધિ લઇ લેશે.

કોંગ્રેસ શાસન દરમ્યાન ગેરકાનૂની તત્વો, કાળા બજારીયાઓ,  આતંકવાદીઓ, ભ્રષ્ટનેતાઓ જેવા અસામાજીક તથા દેશદ્રોહિ તત્વોને પ્રોત્સાહન મળ્યું હતું જયારે નરેન્દ્રભાઇ મોદીના શાસન દરમ્યાન અસામાજીક તત્વો, દેશદ્રોહીઓ સાથે ભળેલાં કોંગ્રેસીઓ કે વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે તેથી વિહવળ થયેલાં આવા નેતા કે જેમના કરતુતો ખુલ્લા પડી રહયા છે તેવાં નેતાઓ લોકોને ભરમાવતાં નિવેદનો આપી પ્રજાને ગેરમાર્ગે દોરે છે.

દેવાયતભાઇ ચાવડાએ નરેન્દ્રભાઇ મોદીએ એક યુગ પુરૂષ ગણાવી તેમના શાસનમાં બેરોજગારીઓને રોજગારી મળી હોવાનું ગુંડાગીરી અને બળાત્કારીઓનો ખાત્મો થયાનું જણાવી નોટબંધીના વખાણ કરી આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની જીત નિશ્ર્ચિત જણાવી હતી.

જો કે, એક તરફ રાષ્ટ્રીય લેવલે શિવસેના અને ભાજપ સામસામે છે ત્યારે જામનગર શિવસેનાના આગેવાન દ્વારા અપાયેલી  યાદીથી ભારે આશ્ર્ચર્ય સર્જાયુ છે.

Related posts

વેપારી પાસેથી રૂ.9 લાખ પડાવીને જૂનાગઢના શખ્સે સિંગદાણા જ ન મોકલ્યા

Nawanagar Time

જિલ્લા પંચાયતના પદાધિકારીઓને શુભેચ્છા જાહેરાત ન આપવા ફતવો

Nawanagar Time

ડિજીટલ ગુજરાત પોર્ટલ અને ડિજીટલ સેવા સેતુનો વિગતવાર યૂ-ટ્યૂબ લાઈવ ઓનલાઈન વેબિનાર યોજાયો

Nawanagar Time

Leave a Comment