Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં આંગડિયા પેઢી ઉપર એસઓજીની વોચ

sogs-watch-on-the-angadias-in-jamnagar

એસ.ઓ.જી.એ તમામ પેઢીઓના સંચાલકો સાથે બેઠક યોજી વિગતો એકત્ર કરી તકેદારી સંદર્ભે આપી સૂચના

જામનગર:-જામનગર શહેર અને જિલ્લામાં આચાર સંહિતાનો અમલ ચાલી રહ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી જુદી જુદી આંગડીયા પેઢીઓ કે જેમાં દરરોજ મોટી રકમની હેરાફેરી થતી  છે. વર્તમાન સમયમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થતો રહે તેને અનુલક્ષીને જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા તમામ આંગડીયા પેઢીના સંચાલકોની બેઠક બોલાવવામાં આવી હતી અને તેઓ પાસેથી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં આચાર સંહિતાની કડક અમલવારી થાય તે માટે જામનગર જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી કાર્યવાહીનો હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જામનગર શહેરના 70થી પણ વધુ આંગડિયા પેઢીના સંચાલકો જે તમામના નામ સરનામાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને પેઢીના નાણાકીય લેવડ દેવડની વિગતો એસઓજી દ્વારા એકત્ર કરવામાં આવી છે. આચાર સંહિતાની અમલવારીના ભાગરૂપે વર્તમાન સમયમાં મોટી રકમની હેરાફેરી કરવા અંગે જિલ્લા  તંત્ર દ્વારા દરેક આંગડિયા પેઢીને કડક સુચના આપવામાં આવી છે અને આચાર સંહિતાના અમલ થાય તેની તકેદારી રાખવા જરૂરી સુચનો અપાયા છે.

 

Related posts

પશુઓ માટે જોખમી પ્લાસ્ટિક થેલીના બદલે મફતમાં દૂધ આપવાની યોજના

Nawanagar Time

ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતાં અધિકારીઓ

Nawanagar Time

કોરોના સામે જનજાગૃતિ સ્પર્ધામાં બાળકોએ શ્રેષ્ઠ ચિત્રો અને ફિલ્મ બનાવી

Nawanagar Time

Leave a Comment