Nawanagar Time
સ્પોર્ટસ

ક્રિકેટ મેચ અટકાવાની કેટલીક અસાધારણ ઘટનાઓ

some-extraordinary-events-to-prevent-cricket-match

ગઈકાલે નેપિયરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મેચમાં સુરજ દાદા આઠમી જાય તેની રાહ જોવી પડી હતી અને રમતને અટકાવી પડી હતી.ક્રિકેટ ઇતિહાસમાં આવા અનેક બનાવો બન્યા છે કે જે કોઈ અસાધારણ કારણે લઈને મેચ અટકાવો પડ્યો હોઈ.આવી કેટલીક ઘટનાની તવારીખ અહીં પ્રસ્તુત છે

  1. નવેમ્બર, 2017માં બ્રિસ્બેનમાં સ્પિનર નૅથન લાયનથી ટોસ્ટનો ટુકડો બળી જતાં ફાયર-અલાર્મ વાગ્યું હતું અને બંબાવાળાઓ ટ્રક લઈને દોડી આવ્યા હતા જેને પગલે થોડી વાર સુધી રમત અટકાવાઈ હતી.
  2. ગયા વર્ષે દિલ્હીમાં રણજી ટ્રોફીની મૅચ દરમિયાન એક શખસ અજાણતાં સલામતી કવચ તોડીને પોતાની કાર સ્ટેડિયમમાં અંદર મેદાન પર પિચ સુધી લઈ આવ્યો હતો. રમત થોડી વાર માટે રોકવામાં આવી હતી.એવું પણ જાણવા મળ્યું હતું કે કર ચાલાક રસ્તોભૂલી જતા સ્ટેડિયમમાં આવી ગયો હતો.
  3. 2009માં સિડની બ્લૅકટાઉનમાં અન્ડર-17 મૅચ દરમિયાન કાળા રંગનો સાપ મેદાન પર આવી જતાં રમત 20 મિનિટ અટકાવાઈ હતી.
  4. થોડા વર્ષો પહેલાં ઑસ્ટ્રેલિયામાં જ પિચ પર ક્રીઝની નજીક સાપ ધસી આવતાં બૅટ્સમૅન એને બૅટથી ફટકારવા ક્રીઝની બહાર દોડી ગયો હતો. એવામાં બોલરે અજાણતાં બૉલ ફેંક્યો હતો. બૅટ્સમૅને બૅટથી સાપને દૂર ફગાવ્યો હતો, પણ પોતાને સ્ટમ્પ-આઉટ તો નથી કરવામાં આવ્યોને? એ જોવા બૅટ્સમૅને જેવા પાછળ ફરીને જોયું તેને જણાયું કે ખુદ વિકેટકીપર સાપના ડરથી દૂર ભાગી ગયો હતો.
  5. મધમાખીઓના ઓચિંતા હુમલાથી મેદાન પરની રમત થોડી વાર માટે અટકાવવામાં આવી હોવાના બનાવો ક્રિકેટમાં ઘણી વખત બન્યા છે.
  6. 1957માં ઇંગ્લૅન્ડમાં કૅન્ટરબ્યુરીના મેદાન પર એક કાઉન્ટી મૅચ દરમિયાન ઉંદર દોડી આવતાં અને એને પકડવા તેનો માલિક પણ આવી જતાં થોડી વાર માટે રમત અટકાવવામાં આવી હતી.
  7. 1995માં સાઉથ આફ્રિકાના પાર્લમાં ડેરિલ કલીનનની સિક્સરમાં બૉલ એક પ્રેક્ષકના બાર્બેક્યૂ (માંસ ભૂંજવા માટેની જાળી)માં જઈ પડ્યો હતો. થોડી વાર માટે રમત અટકી ગઈ હતી અને અમ્પાયરને બૉલ પાછો અપાયો ત્યારે તેમણે એના પરનું તેલ લૂઈ નાખવા વધુ સમય લગાડ્યો હતો. ત્યાર પછી પણ બોલર એ બૉલ પર ગ્રીપ ન મેળવી શકતાં બૉલને નાછૂટકે બદલવામાં આવ્યો હતો.
  8. આ વર્ષની શરૂઆતમાં બ્લોમફોન્ટેઇનમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટના પ્રથમ દિવસે લંચ 10 મિનિટ મોડી શરૂ થઈ હતી, કારણકે બંગલાદેશની ટીમના ભોજન માટેની વાનગીઓ આવી જ નહોતી. તેમના કૅટરરને ખોટું મેનુ મળ્યું હતું અને એને લીધે તેનો સમય બગડ્યો હતો. દોઢ કલાક બગડતાં રમત પણ મોડી શરૂ થઈ હતી.

 

Related posts

શિખર ધવન 100% શાકાહારી બન્યો

Nawanagar Time

ધોની જો ફિટ હોય તો તેને ભારત માટે રમવુ જોઇએ :રોહિત

Nawanagar Time

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલને રોકડું પરખાવતું ભજ્જી

Nawanagar Time

Leave a Comment