Nawanagar Time
ગુજરાત જામનગર

તાજિયા ગેંગના ચાર સાગ્રીતને દબોચી લેતી LCB

some-of-the-four-elements-of-the-gang-were-arrested-by-the-taziya-gang

સંજય ડોબરિયા ઉપર હુમલો કરવાના ગુન્હામાં પૂર્વ એસપી છાવરતા હતાં તેવા ચારે’ય શખસોને ઝડપી લેવાયા

જામનગર:-જામનગરના બ્રાસપાટર્સના ધંધાર્થી અને પટેલ અગ્રણી ઉપર ખૂની હુમલો કરવાના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા કુખ્યાત તાજિયા ગેંગના ચાર સાગ્રીતોને ગઈકાલે એલસીબીએ મહાપ્રભુજીની બેઠકજી નજીકથી ઝડપી લઈ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, પૂર્વ એસપી આ ચારે’ય આરોપીઓને  હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરની શ્રીનિવાસ કોલોની નજીક ગત્ તા.9.ર.17 ના રોજ બ્રાસપાટર્સના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ ગોવિંદભાઈ ડોબરિયા ઉપર રાત્રિના બે અજાણ્યા મોટર બાઈકમાં આવેલા ચાર ઈસમોએ હુમલો કર્યો હતો અને આ ગુનો વણઉકેલ હતો. એ જ રીતે ર8.9.18 ના રોજ વહેલી સવારે પટેલ અગ્રણી  મુળજીભાઈ પટેલ બાઈક લઈને જતાં હતાં ત્યારે ફોરવ્હીલમાં આવેલા 8 થી 10 અજાણ્યા શખસોએ ધોકા-તલવાર-પાઈપથી હુમલો કરવાનો કેસ પણ વણઉકેલ હતો, જે અંગે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા વણઉકેલાયેલા ગુન્હા ઉકેલવા એલસીબીને સૂચના આપતાં ગઈકાલે રાત્રે એલસીબી પીઆઈ આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.વી. વાગડિયા, આર.બી. ગોજિયા અને  ગોહિલની ટીમે મહાપ્રભુજીની બેઠકજી નજીકથી આ ગુન્હામાં સંડોવાયેલા તાજિયા ગેંગના ફૈઝલ ઉર્ફે બાબુ ચક્કી યુનૂસભાઈ પીંજારા, શબ્બીર ઉર્ફે વસુલી સલીમભાઈ આરબ, ઈમ્તિયાઝ ઉર્ફે છોટુ સોયલ અન્સારી અને ઝાફર કાસમભાઈ વારિયાને ઝડપી લઈ ગુન્હામાં વપરાયેલ બાઈક તથા બેઝ બોલના ધોકા કબજે કરાયા છે.

દરમિયાન ધર્મેશભાઈ રાણપરિયા ઉપર હુમલો કરવાના ગુન્હામાં  ગેંગના મુખ્ય આરોપી અનવર ઉર્ફે અનિયો લાંબો ગઢકાઈ સાથે ફૈઝલ ઉર્ફે બાબુ ચક્કી, ઝાફર કાસમ સંધી, ઈમ્તિયાઝ ઉર્ફે છોટુ અને શબ્બીર ઉર્ફે વસુલી તેમજ એજાઝ ઉર્ફે એઝલો, સફિયો, શહેઝાદ અને હસુ પેઢડિયાના નામ ખૂલવા પામેલ છે.

પોલીસની આ સફળ કામગીરી એલસીબીના જયુભા ઝાલા, વશરામભાઈ આહિર, સંજયસિંહ વાળા, બશીરભાઈ મલેક,  સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દીલિપભાઈ તલવાડિયા, ફિરોઝભાઈ દલ, ખીમભાઈ ભોંચિયા, હિરેનભાઈ વરણવા, લાલુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, મિતેશભાઈ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, દીનેશભાઈ ગોહિલ, લક્ષ્મણભાઈ ભાટિયા, સુરેશ માલતિયા, ભારતીબેન ડાંગર, કે.બી. જાડેજા તથા અરવિંદગીરી વગેરએ કરી હતી.

Related posts

જામનગરમાં હોમ કોરોન્ટાઈનનો ભંગ કરી રખડતા પરિવારને સમજાવટથી ઘરમાં મોકલાયા

Nawanagar Time

બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતર ખરીદતી વખતે કાળજી રાખવા અપીલ

Nawanagar Time

જામનગરમાં દાઝ્યાં તેલનો વપરાશ રોકવા જામ્યુકોનું ચેકિંગ

Nawanagar Time

Leave a Comment