Nawanagar Time
ટેક્નોલૉજી

ઘર માટે સાઉન્ડબાર ખરીદતા પહેલાં જાણવા જેવી કેટલીક વાતો

some-things-to-know-before-buying-a-soundbar-for-home

મ્યૂઝિકનાં શોખીનો ઘરમાં પણ સાઉન્ડ સિસ્ટમને વધુ પ્રમાણમાં એડ કરવા માંગતા હોય છે. હોમ થિયેટર્સના વાયરિંગની પરેશાની અને ઊંચી કિંમતે સાઉન્ડબારને ઘરોમાં સ્થાન મેળવવાની તક આપી દીધી છે. ભવ્ય ટીવીની નીચે નાનકડી જગ્યામાં સમાઇ જતા સાઉન્ડબાર ખરીદતા પહેલાં કેટલીક વાતો જાળવી જરૂરી છે. તો આવો અહીં જાણીએ આવી જ કેટલીક વાતો…

સાઉન્ડબારની સાઇઝ નક્કી કરો અને ખરીદો

રાખવાની જગ્યા

  • સાઉન્ડબાર ખરીદતા પહેલાં તેને રાખવાની જગ્યા નક્કી થઇ જવી જોઇએ. સામાન્ય રીતે તેને દીવાલ પર લગાવાય છે. દીવાલ પર લગાડતી વખતે તેના સબ-વૂફરના પ્લેસમેન્ટનું પણ ધ્યાન રાખવું જોઇએ. તે પ્રમાણે સાઉન્ડબારની સાઇઝ નક્કી કરો અને ખરીદો.

કનેક્ટિવિટી

  • જેટલા કનેક્ટિવિટી વિકલ્પ હશે તેટલું જ બહેતર છે. ઘણા સાઉન્ડબાર એચડીએમઆઇ કનેક્ટિવિટી સાથે આવે છે, જેમાં આરસીએ અને 3.5 એમએમ સ્ટિરિયો કનેક્ટિવિટી પણ હોય છે. એચડીએમઆઇ ત્યારે જ કામ આવે છે કે જ્યારે તમે સાઉન્ડબારને એવી રિસીવર સાથે જોડવા ઇચ્છતા હોવ, પણ તે માટે કેબલની જરૂર પડશે. વાયર વિનાના સાઉન્ડબારને ટીવી સાથે કનેક્ટ કરવું હોય તો બ્લૂટુથ સારો વિકલ્પ છે.

વધારાની વ્યવસ્થા

  • સેલ્ફ એમ્પ્લિફાઇડ સાઉન્ડબારમાં તો કોઇ તકલીફ નથી પણ અમુક સાથે એમ્પ્લિફાયરની વ્યવસ્થા તમારે જ કરવાની હોય છે. બંને વિકલ્પોમાંથી એક પસંદ કરતા પહેલાં તમને સાઉન્ડના મુખ્ય સોર્સની પૂરી માહિતી જરૂર હોવી જોઇએ.

સાઉન્ડબેઝ

  • એક ટ્રેડિશનલ સાઉન્ડબાર પાતળો અને ટીવીની સામે રાખવા કે નીચે દીવાલ પર લગાવવાવાળો હોય છે. બીજી તરફ સાઉન્ડબેઝ બિલકુલ ફ્લેટ હોય છે અને મૂકવાવાળા જ હોય છે. તે લેવાનો ફાયદો એ છે કે અલગથી સબવૂફરની જરૂર નથી પડતી. રાખવા માટે વધુ જગ્યા ન હોય તો સાઉન્ડબેઝ જ કામ આવે છે.
  • સાઉન્ડબારમાં એમ્પ્લિફાયર લાગેલું હોય છે અને સામાન્ય રીતે એક જ સ્પીકર હોય છે.
  • હુમા કુરેશીએ ઓલ-બ્લેક આઉટફીટ સાથે હોટ પિન્ક શાઈની લેસ સ્નીકર્સ પહેર્યા છે, જે હાઈલાઈટર શૂઝ છે. બ્લેક ટોટ બેગ અને બેબી પિન્ક હેડફોન્સ લુક પૂરો કરી રહ્યા છે.
  • સાઉન્ડબાર ઘણા પ્રકારના હોય છે. અમુક સારા સાઉન્ડબાર સાથે સબ-વૂફર પણ અપાય છે.

 

Related posts

ફેસબૂકની લાઈક્સ ઉપર જીવતી આજની યુવા પેઢી

Nawanagar Time

હવે સીલિંગ ફેનને પણ મોબાઇલથી કરી શકશો કંન્ટ્રોલ, જાણો કેવી રીતે

Nawanagar Time

ATMમાં આવું થાય તો ભૂલથી પણ ન ઉપાડતા પૈસા

Nawanagar Time

Leave a Comment