Nawanagar Time
ગુજરાત જામનગર

ચારણ સમાજ દ્વારા સોનલબીજ મહોત્સવ: શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાયા

sonal-beige-festival-organized-by-charan-samaj-shobhayatra-and-congregation-meetings-were-held

રાત્રે સંતવાણી અને મહાપ્રસાદનો 10 હજાર જેટલા ભકતો લાભ લેશે

જામનગર:-દર વર્ષની જેમ ચારણ સમાજ જામનગર દ્વારા પરંપરાગત રીતે આઇશ્રી સોનલમાઁનો જન્મોત્સવ (સોનલબીજ)નું આયોજન કરવામાં આવ્યું હતું. સોનલ બીજ એટલે ચારણ સમાજનો મોટામાં મોટો તહેવાર આખાય ભારતભરમાં આ દિવસે ક્રાંતિકારી આઇશ્રી સોનલમાઁને યાદ કરવા ચારણ સમાજ એકઠો થયો હતો. અને શોભાયાત્રા સહિતના આયોજનો ઘડી કાઢયા હતાં.

sonal-beige-festival-organized-by-charan-samaj-shobhayatra-and-congregation-meetings-were-heldsonal-beige-festival-organized-by-charan-samaj-shobhayatra-and-congregation-meetings-were-held
sonal-beige-festival-organized-by-charan-samaj-shobhayatra-and-congregation-meetings-were-held

નોંધનીય છે કે, આઇશ્રી સોનલમાઁ દ્વારા ભારતભરના ચારણોને સંગઠીત કરી સંસ્કારવાળા શિક્ષણ માટે હાકલ કરી હતી અને સમાજમાં જાગૃતિ આવી હતી જેના અનુસંધાને છેવાડાના વિસ્તારમાં ક્ધયા છાત્રાલયો અને કુમાર છાત્રાલયો ચાલુ કરવામાં આવ્યા હતાં અને સમાજમાં જબરદસ્ત શિક્ષણ ક્રાંતિ થઇ હતી. આઇશ્રી કંકુ કેશરમાં દ્વારા વિવિધ રાજ્યોમાં ચારણ સમાજના ઉત્થાન માટે ઉચ્ચ શિક્ષણની જાગૃતિ માટે પ્રવાસો કરી રહ્યા છે તે અંતર્ગત જામનગરમાં તેમના આગમનની જાજરમાન તૈયારીઓ થઇ હતી. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોમાં ખોડિયાર કોલોની-વાછરાદાદાના મંદિરેથી માતાજીની હાજરીમાં શોભાયાત્રા પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પરથી 49 દિ.પ્લોટ આઇશ્રી સોનલધામે પહોંચી હતી.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), વલ્લભભાઇ ધારવીયા, જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા હાજર રહયા હતાં. રાત્રે સંતવાણીમાં હરેશભાઇ ગઢવી (ભજનીક), રામભાઇ ગઢવી (ભજનીક), ભોજાભાઇ ગઢવી (ભજનીક), કનુભાઇ ગઢવી (સાહિત્યકાર), કરણદાન ગઢવી (ચારણી સાહિત્ય) માણસુર ગઢવી (ચારણી સાહિત્ય) રહેશે. મહાપ્રસાદમાં 8થી 10 હજાર જેટલા ભાવિકો લાભ લેશે.

Related posts

લૉકડાઉનમાં પણ તિજોરી કચેરી મધ્યરાત્રી સુધી ધમધમી

Nawanagar Time

અડધી રાત્રે ઉપાધિ !

Nawanagar Time

ગ્લોબલ વોર્મિંગથી જામનગરના તાપમાનમાં ઉથલ-પાથલ

Nawanagar Time

Leave a Comment