Nawanagar Time
ગુજરાત જામનગર

આવતીકાલે ચારણ સમાજ દ્વારા સોનલબીજ મહોત્સવની ઉજવણી કરાશે.

sonalbija-mahotsav-will-be-celebrated-tomorrow-by-charan-samaj

જામનગર:-દર વર્ષની જેમ ચારણ સમાજ જામનગર દ્વારા પરંપરાગત રીતે આઇશ્રી સોનલમાઁનો જન્મોત્સવ (સોનલબીજ)નું આયોજન કરવામાં આવેલ છે. સોનલ બીજ એટલે ચારણ સમાજનો મોટામાં મોટો તહેવાર આખાય ભારતભરમાં આ દિવસે ક્રાંતિકારી આઇશ્રી સોનલમાઁને યાદ કરવા ચારણ સમાજ ભેગો થાય છે. આઇશ્રી સોનલમાઁ દ્વારા ભારતભરના ચારણોને સંગઠીત કરી સ્સ્કારવાળા શિક્ષણ માટે હાકલ કરી હતી અને સમાજમાં જાગૃતિ આવી હતી જેના અનુસંધાને છેવાડાના વિસ્તારમાં ક્ધયા છાત્રાલયો અને કુમાર છાત્રાલયો ચાલુ કરવામાં આવ્યા હતાં અને સમાજમાં જબરદસ્ત શિક્ષણ ક્રાંતિ થઇ હતી આ અનુસંધાને જામનગરમાં આ દિવસે રાજસ્થાન (ગઢવાડા)ના આઇશ્રી કંકુ કેશરમાઁ પધારવાના છે. આઇશ્રી કંકુ કેશરમાં દ્વારા વિવિધ રાજ્યોમાં ચારણ સમાજના ઉત્થાન માટે ઉચ્ચ શિક્ષણની જાગૃતિ માટે પ્રવાસો કરી રહ્યા છે તે અંતર્ગત જામનગર પધારવાના છે. અન્ય કાર્યક્રમોમાં ખોડિયાર કોલોની-વાછરાદાદાના મંદિરેથી માતાજીની હાજરીમાં શોભાયાત્રા પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પરથી સવારે 10-30 કલાકે 49 દિ.પ્લોટ આઇશ્રી સોનલધામે પહોંચશે. જ્યાં માતાજીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાશે જ્યાં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા વિવિધક્ષેત્રે સિઘ્ધી પ્રાપ્ત જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવશે. ધર્મસભા આઇશ્રી કંકુ કેસરમાઁના તથા ચત્રભૂજજી મહારાજના આર્શીવચન પાઠવશે. બપોરે સમુહ પ્રસાદ જેના દાતાશ્રી વિરમભાઇ લાખાભાઇ ગામણા, ગામ માળી મલાણપુરવાળા રહેલ છે.

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), વલ્લભભાઇ ધારવીયા, જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા વગેરે રહેશે. રાત્રે સંતવાણીમાં હરેશભાઇ ગઢવી (ભજનીક), રામભાઇ ગઢવી (ભજનીક), ભોજાભાઇ ગઢવી (ભજનીક), કનુભાઇ ગઢવી (સાહિત્યકાર), કરણદાન ગઢવી (ચારણી સાહિત્ય) માણસુર ગઢવી (ચારણી સાહિત્ય) રહેશે. મહાપ્રસાદમાં 8થી 10 હજાર જેટલા ભાવિકો લાભ લેશે.

Related posts

લૂથી બચવા સુતરાઉ કપડા પહેરવા, પાણી, લીંબુ શરબતનું જોર રાખો

Nawanagar Time

કાલાવડ પંથકમાં યમરાજાનો મૂકામ: નિકાવામાં ડૂબી જતાં બે બાળકોના મોત

Nawanagar Time

જનરલ બોર્ડ મિટિંગમાં ભરતી પ્રકરણના પડઘા પડ્યા, નિયમો નેવે મૂક્યાનો આરોપ

Nawanagar Time

Leave a Comment