Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

મુન્નાભાઈ 3 માં સોનમ કપૂરની એન્ટ્રી

sonam-kapoors-entry-in-munnabhai-3

તાની આગામી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગામાં અભિનેત્રી સોનમ કપૂરનું કામ જોઇને પ્રભાવિત થયેલા મોખરાના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા સોનમને પોતાની આગામી ફિલ્મમાં લેવાનો નિર્ણય કરી ચૂક્યા હોવાની માહિતી મળી હતી.

સોનમ પોતાની આગવી પ્રતિભા દ્વારા નીરજા ભાનોતની બાયો-ફિલ્મમાં વાસ્તવિક અભિનય કરીને નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. એક લડકી કો દેખા તો ઐસા લગા ટાઇટલ ફિલ્મ ૧૯૪૨ અ લવ સ્ટોરીના આ જ મુખડું ધરાવતા ગીત પર આધારિત છે. આ ફિલ્મમાં સોનમ પોતાના પિતા સિનિયર અભિનેતા અનિલ કપૂર સાથે પરદા પર પણ પુત્રીનો રોલ કરી રહી છે. તાજેતરમાં આ ફિલ્મના શૂટિંગમાં એના અભિનયની ખૂબીઓ જોઇને ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા પ્રભાવિત થયા હતા અને એમણે એવો અણસાર આપ્યો હતો કે પોતાની આગામી ફિલ્મમાં પણ સોનમને લેશે.

વિધુની આગામી ફિલ્મ મોટે ભાગે મુન્નાભાઇ થ્રી હશે. અગાઉ આ સુપરહિટ સિરિઝનું ડાયરેક્શન રાજકુમાર હીરાણીએ કર્યું હતું. પરંતુ તાજેતરમાં હીરાણી સાથે સહાયક તરીકે કામ કરી ચૂકેલી એક મહિલાએ હીરાણી પર જાતીય ગેરવર્તનનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ એવું જાણવા મળ્યું હતું કે હીરાણી મુન્નાભાઇ થ્રીના ડાયરેક્ટર નહીં હોય પરંતુ વિધુ વિનોદ ચોપરા પોતે આ ફિલ્મનું ડાયરેક્શન કરશે.

Related posts

અમિતાભ બચ્ચને 70 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો

Nawanagar Time

દુનિયાભરમાં ફિલ્મ ‘કેસરી’ની કમાણી 150 કરોડને વટી ગઈ

Nawanagar Time

સુષ્મિતાએ બોયફ્રેન્ડ રોહમન સાથે કર્યો રોમેન્ટિક કપલ યોગ

Nawanagar Time

Leave a Comment