Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લો સવેંદન્સિલ, નાગરિકોને સતર્ક રહેવા એસપીની અપીલ..

sp-appeal-to-citizens-to-be-vigilant

પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઈકને પગલે દરિયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં સતર્કતા દાખવવી જરૂરી

જામનગર:-ગઈકાલે ભારતીય  દ્વારા પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવતાં વ્યૂહાત્મક રીતે ભારે મહત્ત્વ ધરાવતા જામનગર જિલ્લાના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને કાંઈ પણ શંકાજનક લાગે તો તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના જણાવ્યા મુજબ,  ઉપર એર સર્જીકલ કરવામાં આવેલ છે, તેથી ભારતીય નાગરિકોની જવાબદારી વધી જાય છે. તમામ લોકો સાવધાન રહેશો. આપની આસપાસ કોઈ પણ શંકાશીલ પ્રવૃત્તિ થતી દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરશો. દરિયાકાંઠાના રહીશોને અનુરોધ છે કે, કાંઠાવિસ્તારમાં કોઈ પણ શંકા ઉપજાવે તેવી હિલચાલ હોય તો પોલીસને ફોન કરવો.

અજાણ્યા લોકો  અજાણ્યુ વાહન મળી આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ભીડભાડવાળી જગ્યાએ બિનવારસુ વસ્તુને સ્પર્શ કરવો નહીં. યુવાનોને ખાસ સક્રિય રહેવા અનુરોધ કરાયો છે. જિલ્લામાં ક્યાંય પણ અઘટીત જણાય તો તાત્કાલિક  અસરથી પોલીસ ક્ધટ્રોલ રૂમ જામનગર ફોન નં. 02882550200 અથવા એસઓજી જામનગર ફોન નં. 02882665704 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

જામનગરના એટીએમ કૌભાંડના તાર અમેરીકા, રશિયા તરફ લંબાયા

Nawanagar Time

સીદસર ઉમિયા મંદિરે પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન

Nawanagar Time

જામનગરના કલાકાર જયેશ ઓઝાની ‘પષ્ઠીપૂર્તિ’ નિમિત્તે સંગીત જલ્સો

Nawanagar Time

Leave a Comment