Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

બોલો લ્યો… નર્મદાની નહેર ઉંદર અને નોળિયા તોડી નાખે છે!

speak-narmada-canal-breaks-down-rat-and-nolia

બે વર્ષમાં 194 વખત નર્મદાની નહેર તૂટી: વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાનનો આશ્ર્ચર્યજનક એકરાર

ગાંધીનગર:-ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના બે  નર્મદા નહેર તૂટવાના 194 બનાવો બન્યા છે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પૂછેલા પ્રશ્ર્નો તેઓ 20 ફેબ્રુઆરી 2019ના રોજ જવાબ આપી રહ્યા હતા.

તેમણે પહેલી વખત કબૂલ કર્યું હતું કે નહેર નબળી બની હોય ત્યાં તૂટે છે. ખેડૂતો નહેરોમાંથી પાણી ઉપાડતાં ન હોવાથી નહેર છલકાવા લાગે છે અને તૂટે છે.  વરસાદ, નોળીયા કે ઉંજર દર બનાવતાં હોવાથી, જમીન પાછળથી મળી હોય ત્યાં નવું અને જુનું કામ જોડતી વખતે નબળું કામ થવાથી તૂટે છે. નહેરમાં પાણી રોકવા ખેડૂતો આડસ મૂકે છે.

નહેરમાં છેડછાડ કરવાથી. સાયફનમાં મરેલા પ્રાણી ફસાઈ જવાથી કે સાયફનમાં ફેરફાર કરવાથી નહેર તૂટે છે. નહેરનું ઝમણ – લીક  નહેરના દરવાજાના સંચાલનમાં ખામી સર્જાતા નહેર તૂટે છે.નનપણ સરકાર એ ભૂલી ગઈ કે નહેર તો સીમેંટ કોંક્રીટથી બનેલી છે. તેથી આમાના અડધા કારણો તો એમને એમ નિકળી જાય છે. ખરેખર તો નહેર તૂટવાનું મુખ્ય કારણ નબળી નહેર છે અને તેમાં વપરાતાં સિમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. પણ સરકારે ક્યાંય એવું  કહ્યું કે ભ્રષ્ટાચાર થવાના કારણે નહેર નબળી બની છે.

સૌથી વધુ બનાસકાંઠામાં 143 વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ જણાવે છે. પણ ખરેખર તો ભ્રષ્ટાચારનો ઉંદર નહેર તોડી ગયો છે.નનએક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત  સિલસીલો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 2018 સુધી નર્મદા કેનાલોમાં 205 વાર ગાબડાં પડયાં છે.આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણવત્તા સામે સવાલો સર્જાયા છે.

વિધાનસભામાં સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર,બનાસકાંઠામાં સૌથી વધુ કેનાલો તૂટી છે. પાંચ વર્ષમાં માત્ર બનાસકાંઠામાં જ 143 વાર કેનાલોમાં ગાબડાં પડયા હતાં જેના કારણે હજારો લિટર  ય વેડફાયુ હતું. પાટણ જિલ્લામાં’ય 27 વાર કેનાલો તૂટતા સમારકામ કરવુ પડયુ હતું . અમદાવાદ જિલ્લામાં 13 વખત અને સુરેન્દ્રનગર જિલ્લામાં 4 વાર કેનાલો તૂટવાની ફરિયાદો મળી હતી.નનજોકે, નર્મદા કેનાલો તૂટવા માટે સરકારે એવા કારણો આપ્યાં છેકે, ઉંદર-નોળિયાના દર લિકેજ થવાથીય કેનાલો તૂટે છે.

આ ઉપરાંત નહેરોમાં પાણી ઉભરાતાં,  કચરો અથવા મૃત પ્રાણી ફસાઇ જવાથી પણ કેનાલોમાં ભંગાણ થાય છે. સરકારે એવો ય દાવો કર્યો છેકે, નબળા બાંધકામને લીધે કેનાલોમાં ભંગાણ થતા કોન્ટ્રાકટરો પાસે જ સમારકામ કરવામા આવે છે. જોકે, કેનાલો તૂટતા બાંધકામની ગુણવત્તા કેવી છે તેવો અંદાજ આવી શકે તેમ છે.

Related posts

બેડ તળાવ ફરતે ચૂસ્ત બંદોબસ્ત: કેમિકલનો નાશ કરવા કલેકટરની તાકીદ

Nawanagar Time

જામનગરમાં ‘શોર્ટગન’ ફુટશે, શત્રુઘ્ન-યશવંતસિંહાની સભા

Nawanagar Time

યુનિટ દીઠ ત્રણ હજાર વસૂલી જામનગરમાં ઈસ્યુ થઈ નવી સાત દારૂની પરમીટ કોણ કહે છે મોંઘવારી છે?

Nawanagar Time

Leave a Comment