Nawanagar Time
ગુજરાત જામનગર

બોલો લ્યો…સપડાની વિડીમાંથી ઘાસ પગ કરી ગયાની આશંકા

speak-to-me-suddenly-i-am-afraid-of-grass

નજીવું ઘાસ થયાનો વનતંત્રનો બચાવ : ધારાસભ્યને અપાયેલા જવાબમાં વનવિભાગે ગોળ-ગોળ જવાબ આપ્યો

જામનગર:હાલારમાં ગત ચોમાસામાં ઓછા વરસાદના કારણે પાણી, ઘાસચારો, ખેતી બધી જ મુશ્કેલી છે માટે તો અછત જાહેર થઇ છે. તેવામાં સપડાની વીડીમાંથી ઘાસનો જંગી જથ્થો પગ કરી ગયાની આશંકા ઉત્મી થાય તેવી  ધારાસભ્યને અપાયેલા જવાબમાં સર્જાઇ છે.

આ અંગે વિગત માંગવામાં આવેલી કે જામનગર તાલુકા સપડા ગામ નજીક આવેલ વન વિભાગ હેઠળની વીડીમાં વર્ષ એપ્રિલ 18થી ડીસેમ્બર 18 દરમિયાન કુલ કેટલા ઘાસના જથ્થાની કાપણી કરવામાં આવેલ છે? તેમજ હાલમાં કઇ વીડીમાં કાપણી ચાલુ છે? ઘાસની સ્થિતિ શું છે? કાપણી થઇ ગઇ  તો પશુઓને ચરવા જવાની મંજુરી આપવામાં આવી છે કે કેમ? સ્થાનિક પશુઓને ઘાસ પુરૂ પાડવામાં આવ્યું છે કે કેમ? (એટલે કે સ્થાનીક પશુ ભાંભરડા નાંખતા હોય અને ઘાસ અન્યત્ર પગ કરી ગયુ નથી ને? એવો અર્થ આ પ્રશ્ર્નનો થાય) વળી, અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 76 લાખ કિલો  જથ્થો સરકારની સુચનાથી કચ્છ જિલ્લામાં મોકલાયુ છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અછત હોવા છતાં જંગી જથ્થો મોકલી દેવાયો છે જોકે તંત્રનો બચાવ છે કે 11 લાખ કિલો જથ્થો છે.

દરમ્યાન સપડાની વિડી અંગે માંગેલી માહિતીમાં વિગત એવી અપાઇ છે કે સપડા ગામ નજીક મોડપર, પસાયા, સપડા એમ સંયુકત અનામત  આવેલી છે અને એપ્રિલ 18થી ડીસે. 18 દરમ્યાન કુલ 78360 કિગ્રા ઘાસના જથ્થાની કાપણી સદરહુ અનામત વિડીમાંથી કરવામાં આવી છે. હાલ પણ કાપણી ચાલુ છે, ચાલુ સાલે વરસાદ ખુબ જ ઓછો હોવાથી ઘાસની વૃદ્ધી ખુબ જ ઓછી તથા છૂટાછવાયા ઘાસના પુમડા ફૂટેલ છે. એટલે કે ઘાસ મોંઘુ થયું છે.  ભર્યુ ઘાસ થયું નથી. (અત્રે એ પણ નોંધપાત્ર છે કે સામાન્ય એક-બે ઇંચ વરસાદ એક-બે વખત પડતો રહ્યો હોય તો પણ ઘાસ તો અમસ્તી જમીનોમાં પણ ફુટવા લાગે છે.

Related posts

વામ્બે આવાસમાં પાણી ઢોળવા મુદ્દે વૃદ્ધ દંપતિ પર હુમલો

Nawanagar Time

12 કલાક બાદ માતા-પુત્રીનું મિલન થયું, પોલીસે શરૂ કરી કિડનેપર મહિલાની પૂછપરછ

Nawanagar Time

કચરામાંથી ખાતર બનાવી કમાણી કરતું થયું જામનગર મહાપાલિકાનું તંત્ર

Nawanagar Time

Leave a Comment