Nawanagar Time
નેશનલ

બોલો… હવે કરિયાણાની દુકાને મળશે રાંધણગેસ

speaking-now-grocery-stores-will-have-cylinder

નવી દિલ્હી:-લિકવિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી આજે આપણા જીવનનું અભિન્ન અંગ  ચૂક્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ રસોઇ ગેસ સિલેંડર પહોંચાડવાની પહેલ કરવામાં આવી રહી છે. મહાનગરોમાં તો હવે ગેસ સિલેંડરોમાંથી પણ મુક્તિ મળતી જાય છે. અહીં પીએનજી (પાઇપ નેચરલ ગેસ)ની સપ્લાય કરવામાં આવી રહી છે. ત્યારબાદ પણ ઘણી જગ્યાએ ગેસ સિલેંડરોની જરૂરિયાત હંમેશા રહેશે. ઘરેલૂની સાથે કોમર્શિયલ ઉપયોગ માટે પણ  જરૂર પડે છે. ગેસની સપ્લાઇ વધાર્યા બાદ પણ મોટાભાગે એવી સ્થિતિ સર્જાઇ છે કે સમય પર ગેસ ખતમ થઇ જાય છે અને તે સમયે એક સિલેંડર માટે ભાગદોડ મચે છે. ઇન્ડિયન ઓઇલની ગેસ કંપની ઇંડેન ગેસે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં 5 કિલોગ્રામથી માંડીને 425 કિલોગ્રામ સુધીના નોન ડોમેસ્ટિક એલપીજી  બજારમાં ઉતાર્યા છે. ઇંડેન ગેસ 5 કિગ્રાના એફટીએલ, 19 કિગ્રા, 47.5 કિગ્રા અને ઇંડેન જંબોના નામે 425 કિગ્રા ક્ષમતામાં નોન ડોમેસ્ટિક સિલેંડર પુરા પાડી રહ્યું છે. ગ્રાહકો ફ્લો દરની પોતાની જરૂરિયાત અનુસાર પોતાની પસંદગી કરી શકે છે. 19 કિલો તથા 47.5 કિલો સિલેંડર એસસી (સ્વયં સમાપન) અને એલઓટી (લિક્વિડ  ટેક) ટાઇપ વાલ્વમાં પણ ઉપલબ્ધ છે. 5 કિગ્રાવાળા એફટીએલ સિલેંડર (ફ્રી ટ્રેડ એલપીજી) ગ્રાહક માટે સૌથી યોગ્ય છે. વધુ ઉપયોગ થતા ઔદ્યોગિક ગ્રાહકો માટે ઇંડેન ગેસે 425 કિગ્રા એલપીજી સાથે આઇઓસી ઇંડેન જંબો સિલેંડર લોંચ કર્યા છે.

ઇન્ડિયન ઓઇલ ફક્ત ઓળખપત્રના ઉત્પાદન પર 5 કિલો સિલેંડરમાં ફ્રી ટેડ એલપીજી  માર્કેટિંગ કરી રહી છે. તેના માટે દસ્તાવેજોની કોઇ જરૂર નથી. એફટીએલ કનેક્શન લેવા માટે કોઇપણ સરનામાની જરૂર નથી.

આઇટી, રિયલ એસ્ટેટ, બીપીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ જેમકે વિભિન્ન ક્ષેત્રોમાં તેજી સાથે, ગ્રાહકોની મોટી શ્રેણી સામે આવી છે, જે યુવાન છે, ઘરથી દૂર રહે છે. જોકે નોકરીને જોતાં તેમનો માસિક ઉપયોગ  ઓછો છે. આ શ્રેણીના ગ્રાહકોને ધ્યાનમાં રાખી એફટીએલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રકારે નાની ચાની દુકાન, રોડ સાઇડ ભોજનાલયના માલિકને 5 કિલોનો એફટીએલ સિલેંડર લેવાનું ગમશે. ઇન્ડિયન ઓઇલ એફટીએલ સિલેંડરનું વિતરણ પોતાના વિતરકો, છુટક દૂકાનો તથા વેચાણના વિભિન્ન પોઇન્ટ જેમ કે કિરાણા સ્ટોરના માધ્યમથી કરી રહ્યા છે. ગ્રાહકોને  આસપાસના પોઇન્ટ માટે 25 રૂપિયા વધારાના ચૂકવવા પડશે આવા સિલેંડરની હોમ ડિલીવરીનો વિકલ્પ પણ છે. ગ્રાહકોને પોઇન્ટની સાથે 500 રૂપિયામાં સિલેંડરને ફરીથી ખરીદવાની તક પણ આપવામાં આવી છે.

Related posts

ન્યુઝિલેન્ડ સામે ભારતનો ભૂંડો પરાજય

Nawanagar Time

2003માં પાકિસ્તાન પ્રવાસે જવા કરતા મારી રણજી રમવાની ઇચ્છા હતી: ઇરફાન

Nawanagar Time

પંજાબ પોલીસે જામનગરમાંથી કરી પૂર્વ મંત્રી-પુત્રની અટકાયત

Nawanagar Time

Leave a Comment