Nawanagar Time
સ્વાદ પકવાન

શિયાળા માટે ખાસ બનાવો હેલ્ધી આદું પાક… રહેશો તંદુરસ્ત….

aadu-laddu-food-nawanagar time

આદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આદું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. તો આજે અમે તમારા માટે આદુંની એક વાનગી લઇને આવ્યા છીએ. જેને તમે શિયાળામાં ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી અને હેલ્ધી આદું પાક..

જરૂરી સામગ્રી

250 ગ્રામ – આદું
100 -150 ગ્રામ – ગોળ
2 ચમચી – ઘી
3-4 ચમચી – બદામ, કાજૂ, પિસ્તા

બનાવવાની રીત

આદુંને છોલી-ધોઈને એકદમ ઝીણું સમારી લેવું. એક વાસણમાં ઘી મૂકી આદુંને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. ત્યારબાદ તેમાં ગોળ નાખવો. ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું. તેમાં સમારેલાં કાજુ, બદામ નાખી ભેળવી લેવું. તેને ઠારીને ચોસલાં અથવા લાડુ વાળી લેવી. તૈયાર છે આદું પાક.

Related posts

નવરાત્રિમાં માણો સ્વાદિષ્ટ આલૂ કઢીની મજા

Nawanagar Time

રેસિપીઃ સાદી કે વઘારેલી ખીચડી સાથે ટ્રાય કરો છાશ રસમ

Nawanagar Time

રવિવારના નાસ્તામાં સ્પેશીઅલ બનાવો આ ખજુર પેટીસ.

Nawanagar Time

Leave a Comment