Nawanagar Time
અમદાવાદ ગુજરાત

બોગસ દસ્તાવેજ મામલે પીટીશન વિડ્રો કરતાં વસંત ગજેરા

spring-gujera-is-a-part-of-the-petition-filed-by-a-bogus-document

અમદાવાદ:-સુરતના વેસુના જમીનના બોગસ દસ્તાવેજો સુરતની સિવિલ કોર્ટમાં રજૂ કરવાના મામલે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ઉમરા પોલીસમાં નોંધાયેલા ગુનાની ફરિયાદ રદ્ કરવા આરોપી વસંત ગજેરાએ હાઈકોર્ટમાં કવોસિંગ પીટીશન કરી છે. આજે વસંત ગજેરાએ પીટીશન વિડ્રો કરી લીધી છે.

ફરિયાદી વજુભાઈ માલાણીએ વેસુ ગામના જૂના રેવન્યુ સર્વે નં.48ર તથા નવા રેવન્યુ સર્વે નં.ર80 ની જમીનબ બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવા સુરતની સિવિલ કોર્ટના દાવામાં બોગસ દસ્તાવેજો હોવાનું જાણવા છતાં સાચા તરીકે રજૂ કરી ગુનાહિત ફોર્જરી તથા વિશ્ર્વાસઘાતના કારસા અંગે આરોપીઓ વિરૂદ્ધ નોંધાવી હતી જે અંગે ફરિયાદી વજુભાઈએ હાઈકોર્ટની પિટીશન કરતાં હાઈકોર્ટે માર્ચ ર018 ના રોજ ઉમરા પોલીસને ગુનો નોંધવા નિર્દેશ આપ્યો હતો.

આ ગુનામાં ઉમરા પોલીસે આરોપી વસંત ગજરાની ધરપકડ કરી જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં. અલબત્ત આ ગુનામાં દોઢ માસ જેલ વાસ ભોગવ્યા બાદ આરોપી વસંત ગજેરાએ ઉમરા પોલીસમાં નોંધાયેલા ગુનાની ફરિયાદ રદ્ કરવા હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. આજરોજ વસંત ગજેરાએ પોતાના ઉપર થયેલી ફરિયાદ કવોસ કરવાની મૂકેલી આજે હાઈકોર્ટમાં વિડ્રો કરી લીધી છે.

વસંત ગજેરાના આ ચર્ચાસ્પદ કેસમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણી હતાં અને મૂળ ફરિયાદી તરફે યતિન ઓઝા રોકાયા હતાં.

Related posts

જામનગરની આંગડિયા પેઢીમાં ગાંધીનગરથી વીજિલન્સ તપાસ

Nawanagar Time

જામનગરની આયુર્વેદ યુનિ.માં 150 વિદેશી વિદ્યાર્થીએ તાલીમ લીધી

Nawanagar Time

જામનગર GIDC ના મેનેજર દર્શન ઠક્કર ભૂમાફિયાની ભૂમિકામાં: ઉદ્યોગકારો લાલઘૂમ

Nawanagar Time

Leave a Comment