Nawanagar Time
નેશનલ

શ્રીસંથ પર આજીવન પ્રતિબંધ હટ્યો

sreesanths-life-ban-has-been-lifted

નવીદિલ્હી:-આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંતની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારનાં રોજ પોતાના ચુકાદો સંભળાવ્યો. શુક્રવારની સવાર શ્રીસંત માટે ખુશખબરી લઇને આવી. આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી પ્રતિબંધ (બેન) હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને 3 મહિનાની અંદર આ સમગ્ર મામલે પોતાનો રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બીસીસીઆઇની પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે. કોર્ટે બીસીસીઆઇને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે બીસીસીઆઇ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે.

ઉલ્લેખનિય છે કે, બીસીસીઆઇએ શ્રીસંત પર આઇપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠરતા આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. આની વિરુદ્ધ શ્રીસંતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા બીસીસીઆઇએ કોર્ટમાં કહ્યું હતુ કે, શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટેબાજી અને રમતને બેઇજ્જત કરવાનો આરોપ છે. ઇંગ્લેન્ડ સામે  અને વન ડેમાં પદાર્પણ શ્રીલંકા સામે કર્યું હતુ.

Related posts

એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપમાં 27 વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો

Nawanagar Time

અંતે… જોડિયા ગ્રામ પંચાયતને તાળાબંધી

Nawanagar Time

ચીન સહિત અને રાષ્ટ્રમાં ચિદમ્બરમના બેન્ક એકાઉન્ટ, પુત્રને પણ રિમાન્ડ પર લેવાશે

Nawanagar Time

Leave a Comment