Nawanagar Time
ગુજરાત જામનગર

એસઆરપી જવાન ચિક્કાર દારૂ પીધેલો પકડાયો

srp-jawan-sticks-to-drinking-alcohol

જામનગર:-જામનગર નજીકના કાના છીકારી ગામેથી મેઘપર પોલીસે એસઆરપીમાં ફરજ બજાવતા એક જવાનને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યો છે. બીમારી સબબ રજા પર રહેલા જવાને સસરાના ગામે જઈ દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે. મેઘપર પોલીસે આ જવાનની અટકાયત કરી લોકઅપમાં પુરી દીધો હતો.

કાયદાના રક્ષક જ જ્યારે કાયદાને ઘોળીને પી જઈ છાકટા વેળા કરે ત્યારે તેની સામે કાયદાના રક્ષકોએ જ પડવું પડે છે. ગઈ કાલે જામનગર નજીક આવેલ કાના છીકારી ગામે જયેંદ્રસિંહ રણજીતસિંહ પઢીયાર નામનો એસઆરપીમાં ફરજ બજાવતો જવાન કાના છીકારી ગામે જઇ ચિક્કાર દારૂનો નશો કરી જાહેરમાં ભટકતો હોવાની મેઘપર પોલીસને જાણ થઈ હતી.

દરમિયાન મેઘપર પોલીસે કાના છીકારી દોડી જઇ દારૂના નશામાં ધૂત બનેલા એસઆરપી જવાનને આંતરી લીધો હતો અને કાયદાનો પરિચય કરાવ્યો હતો. આરોપી એસઆરપી ચેલા ગ્રુપમાં ફરજ બજાવે છે અને જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહે છે. હાલમાં તેઓએ બીમારી સબબ રજા લીધી હોવાનું જાણવા મળ્યું છે. જે ગામે થી જવાન પકડાયો તે ગામે  તેના સસરા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

નવાનગર ટાઈમ ની અસર, નવાનગર ટાઈમ નાં એહવાલ બાદ હાલારમાં દૂષિત પાણીનો ઉપયોગ બંધ કરવા સરકારનો આદેશ

Nawanagar Time

મહાપાલિકાની ઓફિસો, ટાઉનહોલ સુધીનો રસ્તો સેનેટાઈઝ

Nawanagar Time

દીપિકા પાદુકોણની ‘છપાક’ કાનૂની આંટીઘૂંટી

Nawanagar Time

Leave a Comment