Nawanagar Time
ગુજરાત જામનગર

દરેક એસટી ડેપોની હાલત ખસતા, જોવો જામનગર એસટી ડેપોની હાલત..

st-depot-condition-crispy-jamnagar

કમાણીમાં 10માં સ્થાને
જામનગર એસટી ડેપો પાસે હાલ 85 બસ છે તેમાંથી 84 રૂટ અને 402 ટ્રીપ ચાલે છે, જામનગર એસટી ડેપો રાજ્યમાં કમાણીની દ્રષ્ટિએ 10માં નંબરમાં સમાવેશ થાય છે.

જામનગર:-રાજ્યમાં કમાણીની દ્રષ્ટિએ 10માં નંબરમાં આવેલા જામનગર એસટી ડેપોમાં દરરોજ હજારો મુસાફરો અવર જ્વર કરે છે, આ એસટી ડેપોમાં તૂટી ફૂટલી સુવિધાઓ મોજુદ છે. સુવિધાઓ કરતા ઉણપ વધુ છે.  જામનગર શહેરની વચોવચ તળાવની પાસે આવેલા આ ડેપોમાં સાઈન બોર્ડ જ નથી લાગેલા, પાણીની સુવિધા છે, પણ કુલરમાંથી ઠંડુ પાણી નથી આવતું, ડેપોમાં ઈઈઝટની ઘટ છે. એસટી ડેપોની કમ્પાઉન્ડ વોલ અનેક જગ્યા એ તૂટી ગઈ છે, પાસે જ તળાવ આવેલું છે, એટલે અકસ્માત થાય તો સીધા તળાવમાં ખાબકવું પડે એવી હાલત છે.  જામનગર એસટી ડેપોમાં શૌચની સુવિધા છે, પરંતુ સેફટી ટેન્ક ખુલ્લા છે, અકસ્માતે આ ટેન્કમાં પડી જવાય એમ છે, પુરા ડસ્ટ બિનમાં કચરો ભરેલો જોવા મળ્યો છે, અને ડેપો જ્યાં જુઓ ત્યાં કચરો-ગંદગી તો પારાવાર છે.

વર્ષો જૂનું એસટી ડેપોની ઇમારત જીર્ણક્ષીરણ હાલતમાં છે. મોટા ભાગના ગ્રામીણ રૂટના મુસાફરો જિલ્લા મથકે થી બસ મારફતે અવર જવર કરવા એસટી બસનો ઉપયોગ કરે છે, બસના ટાઈમિંગ જળવતા નથી,  મુસાફરોને બેંચો તૂટેલી હાલતમાં જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની જેમ જામનગર એસ ટી ડેપો નવો બનાવવાનો હતો, બે વર્ષ અગાઉ ખાત મુહૂર્ત પણ કરી નાખવામાં આવ્યું હતું, પણ હજી સુધી કોઈ જ જાત નો સરવરાટ નથી. રાજકોટની માફક જામનગરમાં આધુનિક ડેપોની ઇમારત બનવાની હતી.

st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar
st-depot-condition-crispy-jamnagar

Related posts

જોડિયામાં ગૌચરની જમીનને ખેદાન-મેદાન કરતા ખનીજ માફિયા તત્વો

Nawanagar Time

ખંભાળિયાથી જામનગર ગાંજો સપ્લાય કરવા આવેલા શખસને ઝડપી લેતી એસઓજી ટીમ

Nawanagar Time

સરકારી વિભાગોએ સરકારને પહોંચાડયું 1096 કરોડનું નુકસાન: કેગનો ધડાકો

Nawanagar Time

Leave a Comment