Nawanagar Time
ગુજરાત જામનગર

એસટી કર્મચારીઓની હડતાલ સમેટાઈ: હાલાકી યથાવત્

st-employees-strike-strike-hailaki-yathavat

મોડી રાત્રે સરકારે સાતમું પગારપંચ આપવાની માંગ સ્વિકારતા કર્મચારીઓમાં હરખની હેલી: સવારથી રાબેતા મુજબ બસ શરૂ ન થતાં મુસાફરો રઝળ્યા

જામનગર:-રાજ્યના એસટી કર્મચારીઓ દ્વારા સાતમું પગારપંચ આપવું, પેન્શન સહિતની વિવિધ 17થી વધુ  લઈ માસ સીએલ બાદ અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરાતા સરકારને રેલો આવ્યો હતો અને ગત મોડી રાત્રે સરકારે સાતમું પગારપંચ આપવાની લેખિત બાહેંધરી આપતાં એસટી કર્મચારીઓની હડતાલ સમેટાઈ હતી. જો કે, વહેલી સવારથી એસટી શરૂ થવાની આશા વચ્ચે જામનગર-રાજકોટ સહિતના રૂટ પર રાબેતા મુજબ બસ ન દોડતાં લોકોને હાલાકીનો  બનવું પડ્યું હતું.

બુધવાર રાત્રીથી રાજ્યના 4પ હજાર જેટલાં એસટી કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં અને સાતમું પગારપંચ આપવું, ગે્રચ્યુઈટી વધારવી, પેન્શન યોજનામાં સુધારો સહિતની વિવિધ 17 માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરાયું હતું. દરમિયાન ગઈકાલે રાત્રે એસટી કર્મચારી યુનિયન અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક બાદ સરકાર દ્વારા સાતમું  પંચ આપવાની લેખિત બાહેંધરી આપવામાં આવતાં એસટી કર્મચારીઓએ આ નિર્ણયને હર્ષભેર વધાવી લઈ હડતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

દરમિયાન સાતમા પગારપંચની માંગણી સ્વિકારાતા એસટી કર્મચારીઓમાં હરખની હેલી ઉઠી હતી અને જામનગર એસટી ડેપો ખાતે કર્મચારી-આગેવાનો દ્વારા સાતમા પગારપંચના નિર્ણયને આવકારવા આતશબાજી પણ કરવામાં આવી હતી. બીજી તરફ વહેલી  તમામ રૂટ પર બસ દોડતી કરવામાં એસટી તંત્રના અધિકારીઓ નિષ્ફળ રહ્યાં હતાં. રાત્રે જ હડતાલ સમેટાઈ ગઈ હોવા છતાં, આજે વહેલી સવાર સુધી એસટીના જવાબદાર અધિકારીઓ ડ્યુટી લિસ્ટ ન બનાવી શકતાં ડ્રાઈવર-ક્ધડકટરો હોવા છતાં, નિયત રૂટ પર બસો દોડી શકી નહોતી. જેને કારણે  મુસાફરોને ખાનગી વાહન ચાલકોને મોં માંગ્યા  ચૂકવી મુસાફરી કરવી પડી હતી.

st-employees-strike-strike-hailaki-yathavat
st-employees-strike-strike-hailaki-yathavat

અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસની એસટી કર્મચારીઓની હડતાલને કારણે જામનગર એસટી વિભાગને અડધા કરોડથી પણ વધુ નુકશાન સહન કરવું પડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે બપોર બાદ અને આવતીકાલ સવાર સુધીમાં એસટીના તમામ રૂટો રાબેતા મુજબ ચાલુ  જશે.

st-employees-strike-strike-hailaki-yathavat
st-employees-strike-strike-hailaki-yathavat

વધુમાં જાણવા મળ્યાં મુજબ, સાતમાં પગાર પંચ મુદ્દે સરકારે બાંહેધરી આપ્યા બાદ હડતાલ સમેટી લેવામાં આવી છે. સરકાર અને સંકલન સમિતિ વચ્ચે મંત્રણા સફળ થઈ છે.  સરકારે માગણીનો સ્વીકાર કર્યો છે. જેથી હવે ફરીથી એસટી બસો આજથી લોકોની સેવામાં દોડવા લાગી છે. બે દિવસની હડતાલ દરમિયાન ખાનગી બસ  લોકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. અને અનેક અંતરિયાળ ગામોના મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. ઉલ્લેખનીય છે કે, સરકાર પહેલા ઝુકવાના મૂડમાં નહોતી તો આ તરફ એસટીના કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં હતા. જોકે આખરે કહી શકાય કે, એસટીના કર્મચારીઓની જીત થઈ છે. અને સરકારે તેમની માંગણી સ્વીકારી  છે.

st-employees-strike-strike-hailaki-yathavat
st-employees-strike-strike-hailaki-yathavat

Related posts

જામનગરમાં કોરોનારૂપી યમરાજનો મુકામ: પાંચના મોત

Nawanagar Time

કોરોના ટેસ્ટ જામનગરમાં જ થશે

Nawanagar Time

કાલાવડ પંથકમાં કાળોતરાના દંસથી માસુમ બાળકનું મોત

Nawanagar Time

Leave a Comment