Nawanagar Time
ગુજરાત જામનગર

એસ.ટી. ડેપોમાં કન્ડક્ટર જાતે બનાવે છે ડ્યૂટીલિસ્ટ

st-the-conductor-himself-makes-the-depot-in-the-depot

સાંજના 6 વાગ્યા બાદ ડેપો રામભરોસે: સ્ટાફના અભાવે સંચાલન ખોરવાયું

જામનગર:-જામનગર એસ.ટી. ડેપોમાં સ્ટાફના અભાવે સંચાલન ખોરવાયું છે. ટ્રાફિક કંટ્રોલરની જગ્યાઓ ખાલી હોવાને લીધે કંડકટરને જાતે જ પોતાની ડ્યૂટીલિસ્ટ બનાવવાનો વારો આવ્યો છે. પરિણામે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે સાંજના 6 વાગ્યા બાદ તો એસ ટી ડેપો રામભરોસે જોવા મળે છે.

જામનગર શહેરના એસ ટી ડેપોમાં મહત્વના કર્મચારીઓની જગ્યા ખાલી હોવાને કારણે સંચાલન ખોરવાયું છે. બસોના ટાઈમ-ટેબલ તેમજ કઈ રુટની બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તે જાણવા મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. બે ટ્રાફિક કંટ્રોલરની જગ્યા ખાલી હોવાથી કંડક્ટરને જાતે જ પોતાની ડ્યૂટી લિસ્ટ તૈયાર કરવી પડે છે. જ્યારે ડેપોમાં વોચમેન માત્ર બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધી જ હાજર રહેતો હોવાનું સૂત્રોમાથી જાણવા મળ્યું છે. પરિણામે સાંજના 6 વાગ્યા બાદ ડેપો રામ ભરોસે જોવા મળે છે. ડેપોમાં અવર જવર કરતી બસોના રુટ સહિત મુસાફરોને જાણ કરતું ટ્રાફિક કંટ્રોલરમાં જ બે જગ્યાઓ ખાલી હોવાને લીધે નવસારી ડેપોમાં પ્લેટફોર્મ પર બનેલી ઘટના જામનગરમાં બને તો જવાબદાર કોણ ?

st-the-conductor-himself-makes-the-depot-in-the-depot
st-the-conductor-himself-makes-the-depot-in-the-depot

 

st-the-conductor-himself-makes-the-depot-in-the-depot
st-the-conductor-himself-makes-the-depot-in-the-depot

Related posts

સુભાષબ્રિજથી સાત રસ્તા સુધીના બ્રિજનું મહારાણા પ્રતાપ નામકરણ કરી પ્રતિમા મૂકવા માંગણી

Nawanagar Time

ખંભાળિયાના કલ્યાણરાયજી મંદિરે ભગવાનને કલરફુલ પતંગના શણગાર

Nawanagar Time

જામનગરમાં ડેંગ્યુને ડામવા જેએમસીની દોડધામ

Nawanagar Time

Leave a Comment