Nawanagar Time
ગુજરાત જામનગર

‘ઉઘાડા’ વિરોધ વચ્ચે એસટી કર્મીઓની હડતાલ યથાવત્

st-workers-strike-in-protest-against-naked-protests
  • નિંભર સરકારે મડાગાંઠ ન ઉકેલતા કર્મચારીઓએ પ્રજા પાસે ભીખ માંગી: ‘વિજય રૂપાણી હાય-હાય..’ના સૂત્રોચ્ચાર
  • જામનગર ડેપોમાં ફરજ બજાવતા ફિકસ વેતનદાર 143 કંડકટર-ડ્રાઇવરોને ફરજ પર હાજર થવા તાકિદ કરવામાં આવી છે જો ફરજ પર હાજર નહીં થાય તો ફરજમુકત કરવા ચિમકી પણ આપવામાં આવી છે

જામનગર:-જામનગર ડેપોમાં ફરજ બજાવતા ફિકસ વેતનદાર 143 કંડકટર-ડ્રાઇવરોને ફરજ પર હાજર થવા તાકિદ કરવામાં આવી છે જો ફરજ પર હાજર નહીં થાય તો ફરજમુકત કરવા ચિમકી પણ આપવામાં આવી છે

પડતર માંગણીઓ પ્રશ્ર્ને ગઈ મધરાતથી એસટીના પૈડાં થંભાવી દેનારા કર્મચારીઓને સરકારે મચક ન આપતાં હવે આ આંદોલન ઉગ્ર બન્યું  આજે જામનગરમાં એસટી કર્મચારીઓ દ્વારા ઉઘાડા ડીલે સરકાર વિરૂદ્ધ નગ્ન વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથોસાથ પ્રજા પાસે ભીખ માંગી કર્મચારીઓની સ્થિતિનો ચિતાર આપી સરકારની નીતિઓ વિરૂદ્ધ કટાક્ષ કર્યો હતો. જો કે, બીજી તરફ એસટીની હડતાલને કારણે મુસાફરોની હાલાકી વધી ગઈ છે. લોકો બમણાંથી પણ વધુ ભાડાં ચૂકવી ના-છૂટકે મુસાફરી  રહ્યાં છે. તો સામા પક્ષે જિલ્લા વહિવટી તંત્ર વૈકલ્પિક વ્યવસ્થાના બણગાં ફૂંકી ટ્રાવેલ્સ સંચાલકોને ભાડા વધુ નહીં વસૂલવા કડક સૂચના આપી હોવાનું જણાવે છે. તો ઈકો જેવા નાના ખાનગી વાહનોમાં લોકોને લૂંટાવા મજબૂર બનવું પડ્યું છે.

st-workers-strike-in-protest-against-naked-protests
st-workers-strike-in-protest-against-naked-protests
st-workers-strike-in-protest-against-naked-protests
st-workers-strike-in-protest-against-naked-protests

રાજ્યના એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓ દ્વારા એક દિવસીય માસ સીએલનું એલાન હવે અચોક્કસ  હડતાળમાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે ગઇકાલથી રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ્પ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે. સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત,  ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ હાલાકી આજે પણ આમની આમ જ રહેશે કારણ કે આજે બીજા દિવસે પણ એસટીનાં કર્મચારીઓનો વિરોધ યથાવત છે. એસટી કર્મચારીઓનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. આજે જામનગરમાં કર્મચારીઓએ આજે શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેમણે રૂપાણી સરકાર સામે પોતાની માંગણી નહીં સંતોષાઇ ત્યાં સુધી અમે મક્કમ છીએ તેમ જણાવી ‘મુખ્યમંત્રી વિજય રૂપાણી હાય-હાય’ના નારા લગાવી સરકાર સામે બાયોં ચડાવી હતી. સાથે-સાથે એસટી કર્મચારીઓ દ્વારા સરકાર ભીખારી જેવી સ્થિતિમાં હોવાનું જણાવી લોકો પાસે થાળી લઈ ભીખ પણ માંગી હતી. એસ ટી કર્મચારીઓનો સરકાર સામે ઉગ્ર  શરૂ થઈ ચુક્યુ છે.

st-workers-strike-in-protest-against-naked-protests
st-workers-strike-in-protest-against-naked-protests

સરકાર સામે એસ ટી ના કર્મચારીઓએ અનોખો વિરોધ કર્યો છે. અર્ધ નગ્ન હાલતમાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો છે. સરકાર અમારી પડતર માગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.  મહત્વનું છે કે સાતમાં પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને એસ.ટી.નિગમના કર્મચારીઓ તારીખ  ફેબુ્રઆરીને બુધવારની મધરાતે 12.00 કલાકથી એક દિવસીય માસ સીએલ પર ઉતર્યા હતા. બુધવારે રાત્રે રાજ્યભરના તમામ ડેપોમાં બસો પાર્ક કરી દેવાઇ હતી. જેને લઇને અડધી રાત્રે હજારો મુસાફરો વિવિધ બસ સ્ટેન્ડો અને ડેપોમાં અટવાઇ પડયા હતા. બુધવારે રાત્રે 12.00 વાગ્યાથી ગુરૂવારની રાત્રીના 12.00 વાગ્યા સુધી માસ સીએલને લઇને બસો  રહેવાની હતી. તેવામાં ગુરૂવારે મુખ્યમંત્રીએ સાતમાં પગાર પંચનો લાભ આપવાની ના પાડી દેતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેના પગલે તેઓએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી દેતા પરિસ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં પરિવહનની જીવાદોરી સમાન એસ.ટી.બસોનું સંચાલન સદંતર ખોરવાઇ જતા મુસાફરો ઠેરઠેર અટવાઇ પડયા હતા.

Related posts

આગ લાગે ત્યારે કૂવો ખોદશો? જી.જી. હોસ્પિટલમાં ફાયરના સાધનો એક્સપાયર

Nawanagar Time

જામનગરમાં કોરોનાના કહેરથી ડેંગ્યુ-મેલેરિયા પણ ડરી ગયાં!

Nawanagar Time

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનો દબદબો ઘટ્યો?

Nawanagar Time

Leave a Comment