Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં મતદાર જાગૃતિ માટે સ્ટેમ્પિંગ ઝુંબેશ

stamping-campaign-for-voter-awareness-in-jamnagar

બીલ, પહોંચ, ટિકિટ, નોટિસ સહિતના સાહિત્ય પર મત અમૂલ્ય, અવશ્ય મતદાન કરીએ ’

જામનગર:-આગામી 23 એપ્રીલે યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અને જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે રોજેરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જિલ્લામાં સરકારી એજન્સીઓ દ્વારા  બીલ, પહોંચ, નોટીસ વગેરે સાહિત્ય પર સ્ટેમ્પીંગ કરી આપણો મત અમૂલ્ય મત, અવશ્ય મતદાન કરીએ જેવા સૂત્રો જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર અને રાજયના ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ માટે ઝુંબેશરૂપી કામગીરી કરવા આપવામાં આવેલા આદેશોને પગલે જામનગર ચૂંટણી તંત્ર દ્વારા જુદા-જુદા માધ્યમોથી મતદારોને જાગૃત કરવા કાર્યક્રમો  આવી રહ્યા છે જેમાં શેરી નાટકો, અવશ્ય મતદાનના શપથ, મતદાર જાગૃતિ બેલ્ટ, ક્રિકેટ ટુર્નામેન્ટ, સહી ઝુંબેશ, રકતદાન કેમ્પ સહિતના વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

બીજી તરફ લોકોમાં અવશ્ય મતદાનનો સંદેશ ગુંજતો કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ મુજબ વીજબીલ જુદા-જુદા સરકારી વિભાગોની પહોંચ, નોટીસ સહિતના સાહિત્યમાં  આપણો મત અમૂલ્ય મત અને અવશ્ય મતદાન કરીએ તેવા સંદેશના સ્ટેમ્પ મારવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત બી.એસ.એન.એલ.ના બીલ, પહોંચ, મહાનગરપાલિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ટિકીટમાં તેમજ અન્ય રોજીંદા ઉપયોગમાં આવતી સામગ્રી પર અવશ્ય મતદાનના સિકકા મારવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાનગી સંસ્થાઓ, વેપારીઓ અને  તેમજ કુરિયર કંપનીઓને પણ મતદાર જાગૃતિ માટે પ્રેરીત કરી આપણો મત અમૂલ્ય મત અને અવશ્ય મતદાન કરવાના સંદેશાને લોકો સુધી પહોંચાડી રહ્યું છે.

Related posts

જામનગરમાં સાવરણી ખરીદવા મામલે વેપારી મહિલા અને ગ્રાહક મહિલા વચ્ચે મારામારી

Nawanagar Time

જામનગરમાં ઠંડીમાં ઘટાડો: તાપમાન 14.2 ડીગ્રી

Nawanagar Time

21મીએ જામનગરમાં સૂર્યગ્રહણ નિહાળવાનો અદ્ભુત અવસર

Nawanagar Time

Leave a Comment