Nawanagar Time
ગુજરાત જામનગર

કમિશનરે સૂચવેલો વેરાવધારો ફગાવતી સ્ટેન્ડિંગ

standing-on-behalf-of-the-commissioner

મારો ધૂબાકા શહેરમાં 15 કરોડના ખર્ચે ત્રણ નવા સ્વિમીંગ પૂલ બનશે: બેડી જંકશનથી સમર્પણ સર્કલ સુધી 100 કરોડના ખર્ચે રીંગ રોડ પહોળો થશે

જામનગર:-જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2019-20ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો 37.65 કરોડનો કરબોજ શહેરીજનોને સીધી અસર કરતો હોય આજરોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મિલ્કતવેરો, પાણીવેરામાં સૂચવેલા વધારાને ફગાવી દઇ પ્રજાજનો માટેના હળવાફૂ બજેટને લીલીઝંડી આપવાની સાથે સાથે શહેરમાં પ્રજાજનોની સુખાકારી માટે નવી વ્યવસ્થાઓની જોગવાઇ કરતું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડ તરફ રવાના કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલમાં સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોષી, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં મિલ્કતવેરો અને પાણીવેરા દરમાં સૂચવવામાં              આવેલા 37.65 કરોડના કરબોજને ફગાવી દઇ શહેરીજનોની સુખાકારીમાં વધારો કરતી નવી યોજનાઓનો સમાવેશ કરતું બજેટ મંજૂર કરી નવનિયુક્ત કમિશનર સતિષ પટેલની હાજરીમાં લીલીઝંડી આપી હતી.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજરોજ મ્યુનિ. કમિશ્ર્નર દ્વારા રજુ કરાયેલ બજેટમાં મહત્વપુર્ણ સુધારા કર્યા હતાં. જે અંતર્ગત રૂા. 20 કરોડના ખર્ચે ટાગોર કલ્ચર કોમ્પ્લેક્ષ બનાવવાનું કામ ટીપી સ્કીમ નં.1 ના ફાઇનલ પ્લોટ નં. 91 ઉપર 20 કરોડના ખર્ચે, સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનું કામ, રણવજીતસાગર રોડ ઉપર 3.50 કરોડના ખર્ચે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવાનું કામ, પીપીપીના ધોરણે 10 નવી સી.એન.જી. બસ વસાવી પ્રદુષણ મુકત પરિવહન યોજના, બેડી જંકશનથી સમર્પણ સર્કલ સુધી રૂા. 16 કરોડના ખર્ચે રીંગ રોડ પહોળો બનાવવા દરખાસ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં ત્રણ નવા સ્વીમીંગ પુલ રૂા. 15 કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. ખંભાળિયા રોડ અને રાજકોટ રોડ પર ધુંવાવ નજીક બે તળાવ ડેવલોપ કરવા શહેરમાં રખડતાં ખુટીયાને રસીકરણ કરવું તેમજ રસ્તે રઝડતા પશુઓનો ત્રાસ દુર કરવા પશુઓનું ટેગીંગ કરી લીલો ઘાસચારો વેંચતા સામે ફોજદારી ફરીયાદ કરવી, સહિતના મહત્વપૂર્ણ સુચનો બજેટમાં સુચવાયા છે.

વધુમાં વર્ષ 2019-20ના પ્રોજેકટમાં કમિશ્નરની કરદરની ભલામણ અન્વયે કારપેટ એરીયા આધારીત મીલકતવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે. ખાસ કરીને રીબેટ યોથજના અંતર્ગત એડવાન્સ ટેકસમાં રીબેટ આપવાની ભલામપણ 31-3 સુધી લંબાવવામાં આવી છે. તેમજ વ્હીકલ ટેકસમાં આજીવન ફિકસ ટેકસને બદલે વાહનની બેઝીક કીંમત લેખે વસુલાત કરવા ભલામણ કરી ઇલેકટ્રીક વાહનોમાં 50 ટકા અને સીએનજી વાહનોમાં 30 ટકા વળતર આપવા ભલામણ કરવામાં આવી છે.

જો કે, સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જના દરમાં કમિશ્નરે સુચવેલા સુધારા મંજુર કરવામાં આવ્યા છે. તે જ રીતે ભુગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જના સુધારા મંજુર કરવા ભલામણ કરવામાં આવી છે. આમ, કુલ મળીને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા 34 ભલામણને લક્ષ પર લઇ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ભળેલા નવા વિસ્તારો માટે પાણી પુરવઠા યોજનાના કામો તેમજ અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કામોને પણ મંજુર કરવામાં આવ્યા છે.  આમ, કમિશ્નર દ્વારા બજેટમાં સુચવામાં આવેલા મોટા ભાગના કરવેરા વધારા નામંજુર કરી બજેટને જનરલ બોર્ડ તરફ રવાના કરવામાં આવ્યા છે.

Related posts

સુરતથી નાઘેડી ગામે વસી ગયેલ એક જ પરિવારના પાંચ સભ્ય સામે ફરિયાદ

Nawanagar Time

સિટી ડિસ્પેન્સરીનું રૂા.125 લાખના ખર્ચે થશે નિર્માણ: બાંધકામનો પ્રારંભ

Nawanagar Time

કોંગ્રેસી કોર્પોરેટર પુત્ર સંચાલિત હાઈફાઈ જુગારધામ ઝડપાયું

Nawanagar Time

Leave a Comment