Nawanagar Time
ગુજરાત જામનગર

બોર્ડ પરીક્ષાનો પ્રારંભ: ગુજરાતીનું પેપર સહેલું.. હાલારના પ1 હજાર વિદ્યાર્થીઓ ખુશ

start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy

ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી મોં મીઠાં કરાવ્યા: દરેક પરીક્ષાખંડમાં સીસી ટીવીની બાજનજર

જામનગર:-ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ આજથી શરૂ થઇ  છે. જેમાં જામનગર જિલ્લામાંથી 34488 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 17259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ હાલારમાં 34 કેન્દ્રો પરથી 51747 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. બન્ને જિલ્લામાં કુલ 1772 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે તમામ પરીક્ષા ખંડમાં સીસી ટીવી કેમેરાથી સમગ્ર પરીક્ષાનું રેકોર્ડીંગ કરવામાં આવી રહ્યું છે.  કે, આજે ધો.10 માં ગુજરાતીનું પેપર સહેલું નીકળતાં તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ બન્યા હતાં.

જામનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે 17 કેન્દ્ર ફાળવાયા છે. તેમજ સાતેય તાલુકાને સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 105 પરીક્ષા સ્થળ પર 1131 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેના પરથી જિલ્લાના ધો.10ના 22326 અને ધો.12 સા.પ્રના 9905  ધો.12 વિજ્ઞાન પ્રવાહના 2257 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 કેન્દ્ર પરથી 576 બ્લોક પરથી ધો.10ના 11753 તેમજ ધો.12 સા.પ્રવાહના 5036 અને વિજ્ઞાન પ્રવાહના 470 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સજ્જ બન્યા છે.

start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy

start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy

તમામ કેન્દ્રો પર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ સંવેદનશીલ કેન્દ્રો પર સ્કવોડ દ્વારા સતત બાજ  રાખવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીઓ લગાતાર મહેનતમાં લાગ્યા છે. ત્યારે સૌ વિદ્યાર્થીઓની નજર પેપર સરળ રહેશે કે અઘરા તેના પર મંડાયેલી હતી. જેમાં આજે  ધો.10 નું ગુજરાતીનું પેપર સહેલું હોય, વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.

આજે દરેક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવાયું હતું.  ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, કમિશ્ર્નર સતીષ પટેલ સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ કરાવી શુભકામનાઓ પાઠવી હતી.

start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy
start-of-board-exam-gujarati-paper-is-easy-half-of-the-fifty-thousand-students-are-happy

હાલાર પંથકમાં બોર્ડની સમગ્ર પરીક્ષા દરમિયાન 70 કેન્દ્ર સંચાલક અને 500 સુપરવાઇઝર અને 70 સરકારી પ્રતિનિધિ કામગીરીમાં રોકવામાં આવ્યા છે. બોર્ડની તમામ કામગીરી માટે કર્મચારીઓ દ્વારા તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે.

Related posts

એવ્રત-જીવ્રતના જાણરણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nawanagar Time

મુખવાસના વેપારીઓ ફૂડ વિભાગની ઝપટે

Nawanagar Time

‘લીંબુ’એ ખિસ્સું ‘ખાટું’ કર્યું,રમઝાન માસ શરૂ થઇ રહ્યો હોય, હજુ ભાવ ઉંચકાશે

Nawanagar Time

Leave a Comment