Nawanagar Time
ગુજરાત જામનગર

ફલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ

start-of-primary-health-center-in-phalla

વર્ષોની માંગણી સંતોષાતા આ વિસ્તારની પ્રજામાં આનંદ

ફલ્લા:-જામનગર તાલુકાનાં ફલ્લા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ થયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફલ્લાનાં સરપંચના પુત્રી શૈલની ધમસાણિયાનાં હસ્તે ખુલૂ મુકવામાં આવ્યું હતું. પૂજનવિધી પણ કરવામાં આવી હતી.

ફલ્લા સહિતના વીસેક ગામોને ઉપયોગી એવા આ સરકારી દવાખાનામાં મેડીકલ ઓફિસર એમ.બી.બી.એસ. ડોકટર ફાર્માસિસ્ટ, લેબોરેટરી, સગર્ભા તપાસ, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા દર્દીઓને મળશે. આ પ્રસંગે સરપંચ કમલેશભાઇ ધમસાણિયા આગેવાન વેલજીભાઇ ધમસાણિયા, ડો. ભૂમિકાબેન નંદાસણા, ક્રિષ્નાબેન, ડો. કાસુંદ્રા, મજીઠિયા ગામનાં આગેવાનો ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ વિસ્તારનાં નજીકનાં ગામોમાં સેન્ટરનું ગામ એવા ફલ્લાની વર્ષોથી સંપૂર્ણ સુવિધા સહિતનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માંગ રહી હતી જે પુરી થતાં આ વિસ્તારની પ્રજામાં આનંદ જોવા મળે છે. દર્દીઓએ પણ તપાસ, દવા સહિતની વિનામૂલ્યે મળતી આ દવાખાનાની સુવિધા લેવી જોઇએ.

start-of-primary-health-center-in-phalla
start-of-primary-health-center-in-phalla

Related posts

જામનગર ગ્રામ્ય લડવા કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો

Nawanagar Time

જીજી અગ્નિકાંડની તપાસ માટે ગાંધીનગરની ટીમ જામનગરમાં

Nawanagar Time

રાજ્યમાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટકાયા

Nawanagar Time

Leave a Comment