Nawanagar Time
ઇન્ટરનેશનલ

યુદ્ધ શરૂ? ભારતે પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું

start-the-war-india-breaks-f-16-aircraft-of-pakistan

જમ્મુ-કાશ્મીરમાં બોમ્બમારો કર્યાના દાવા વચ્ચે પાકિસ્તાને ભારતીય મીગ તોડી પાડી પાયલોટને એરેસ્ટ કર્યાનો દાવો

નવી દિલ્હી:-પાકિસ્તાનમાં બાલાકોટમાં વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલાં પાકિસ્તાને બુધવારે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ વિમાને પૂંછ  રાજૌરીમાં વાયુક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતાં સમયે તેઓએ કેટલાંક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યાં હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પડાયું છે. તો બીજી તરફ લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એરપોર્ટથી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. તો ઉત્તર ભારતના  એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે, તો પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે, ભારતીય મીગ વિમાનને તોડી પાડી પાયલોટને એરેસ્ટ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની મીડિયાના દાવા પ્રમાણે, પાકિસ્તાને બે ભારતીય વિમાનને નિશાન બનાવ્યા છે. આ માહિતી પાકિસ્તાની ચેનલ ન્યૂઝ દ્વારા સામે આવી છે.પાકિસ્તાની વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લઘંન  છે. જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં આ વિમાન ધુસ્યા હતા. પરંતુ ભારતના જડબાતોડ જવાબ બાદ આ વિમાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પરત ફરવું પડ્યું હતું. ભારતમાં જે વિમાન ક્રેશ થયુ છે તેને પાકિસ્તાન તેમનું એક્શન તરીકે જણાવી રહી છે. પાક. મીડિયા દાવો કરી રહી છે કે જે ભારતીય વિમાન ક્રેશ  છે તે પાકિસ્તાનનાં નિશાન પર હતુ. આ ઉપરાંત પાક સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાની વાયુસેનાએ ભારતનાં બે વિમાનોને નિશાન બનાવ્યાં હતાં જેમાં એક પ્લેન ક્રેશ થયુ હતુ અને ભારતનાં એક પાયલટની ધરપકડ કરી લેવાઈ છે.

Related posts

પાકિસ્તાન દેવાળુ ફૂંકવાને આરે

Nawanagar Time

આગામી ટી-20 વર્લ્ડકપમાં 20 ટીમ રાખવા ICCની વિચારણા

Nawanagar Time

ભારત સામે વનડે સિરીઝ માટે દ.આફ્રિકાની ટીમ જાહેર:ડુપ્લેસીસની વાપસી

Nawanagar Time

Leave a Comment