Nawanagar Time
ગુજરાત જામનગર

ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજનું કામ શરૂ

start-the-work-of-signature-bridge-between-okha-bat-dwarka

રૂા.900 કરોડના ખર્ચે 4.5 કિ.મી. લાંબો બ્રિજ નિર્માણ થશે: 30 માસમાં બ્રિજનું કામ પૂર્ણ થવાની આશા

જામનગર:-યાત્રાધામ દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે.ત્યારે ઓખાથી બેટ-દ્વારકા જવા માટે આજ દિન સુધી એક માત્ર  ફેરી બોટ છે, પરંતુ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેેચર બ્રિજ બનાવવા લીલીઝંડી આપી દેવાઇ હતી. ઓખાથી બેટ-દ્વારકા 4.5 કિ.મી.ના અંતર ધરાવતા સિગ્નેચર બ્રિજ માટે 900 કરોડનું ખર્ચ થશે.

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના ઓખાથી બેટ-દ્વારકા સુધી સમુદ્રમાં દરિયાઇ બ્રાજ ક્રેઈનથી 11 પીલર ઉભા કરી સિગ્નેચર  કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાને સપ્ટેમ્બર 2017માં ઓખાથી બેટ-દ્વારકા સુધીનો સમુદ્રનો માર્ગ રસ્તા માર્ગે જોડવાની જાહેરાત કરી હતી જે અનુસંધાને હરિયાણની એક ખાનગી ક્ધસ્ટ્રક્શન કંપનીને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કામ સોંપી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા 300 જેટલા ઇજનેરની મદદ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજમાં  ત્રણ ગાળા બનાવવામાં આવશે જેમાં 500 મીટર લંબાઇના અને 200 મીટર લંબાઇના બે સ્પાન બનશે. બ્રિજની ઓખા બાજુની લંબાઇ 1066 મીટર રહેશે. તેમજ બેટ-દ્વારકા બાજુની 1180 મીટરની લંબાઇ રહેશે. સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો બનશે તેમજ આ બ્રિજમાં 2.5 મીટર પહોળા ફૂટપાથ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા બની રહેલા  કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.અને અંદાજીત 30 માસમાં પૂર્ણ થશે તેમ જાણવા મળી રહ્યું છે. મહત્વનું  છે કે, બ્રિજ બનતા યાત્રિકો દિવસ દરમિયાન ઉપરાંત રાત્રિના પણ બેટ-દ્વારકાથી આવાગમન કરી શકશે. બ્રિજ પર વીજળી પહોંચાડાય તેવી શક્યતા ઓખાથી બેટ-દ્વારકા સુધી સમુદ્રમાં અંદર કેબલ નાખવામાં આવ્યો છે જે કેબલ દ્વારા  વિજળી પુરવાર કરવામાં આવી રહી છે પરંતુ બોટોના કારણે અનેક વખત કેબલ તૂટી જતાં પુરવઠો ખોરવાઇ જાય છે પરંતુ બ્રિજ બનતા સંભવત તેના પરથી કેબલ પ્રસાર કરીને વિજળી પહોચાડાશે.

યાત્રિકો ફેરીબોટ સિવાય વાહનમાર્ગે પણ જઇ શકશે હાલમાં ઓખાથી બેટદ્વારકા જવા માટે ફરજિયાત યાત્રીકોએ ફેરીબોટનો જ સહારો લેવો પડે છે.  સિગ્નેચર બ્રિજ બનતા યાત્રીકો બ્રિજ વાટે વાહનમાં મુસાફરી કરી શકશે.અને દર્શન કરી તરત પરત પણ ફરી શક્શે તેમજ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક વાહન દ્વારા પહોંચી શકાશે.

ખાસ વાત..

ફૂટપાથ પર શ્ર્લોક લખવામાં આવશે બ્રિજની બન્ને બાજુ 2.5 મીટર પહોળા ફુટપાથ બનાવવામાં આવશે જેથી યાત્રિકોને પસાર થવામાં તકલીફ ન રહે. આ ફુટપાથ પર સૂત્રોના જણાવ્યા મુજબ શ્લોક અથવા તો ભગવાન શ્રી કૃષ્ણના ફોટોગ્રાફ  આવશે.

Related posts

રાજકીય પક્ષોએ ઑનલાઈન પ્રચાર કરવો પડશે: ચૂંટણીપંચની ગાઈડલાઈન

Nawanagar Time

જામનગરમાં વીજ ચેકીંગના વ્યાપક દરોડાથી મચી નાસભાગ

Nawanagar Time

તો, તેલ-શેમ્પૂના નાના પેકેટનું વેચાણ થઈ જશે બંધ!

Nawanagar Time

Leave a Comment