Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવા હોર્સ ટ્રેડિંગ શરૂ

starting-the-horse-trading-to-buy-congress-legislatures-before-the-lok-sabha-elections

કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ખેડવવા ભાજપનો ખેલ: ચાર ધારાસભ્યોનો નનૈયો

જામનગર:-આજે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે આજે ભાજપ કોંગ્રેસ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે.  સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, આજે સાંજ સુધીમાં કોંગ્રેસના 5થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ કોંગ્રેસને મોટો ઝટકો આપી શકે છે. જો કે, પાંચ પૈકી ચાર ધારાસભ્યોએ મીડિયા સમક્ષ આવી આ વાતને માત્ર અફવા ગણાવી હતી.

ટોંચના સૂત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, ધવલસિંહ ઝાલા અને  પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આજે સવારથી ભાજપની આ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ માહોલ ગરમાયો છે ત્યારે ઉપરોકત ચારે’ય ધારાસભ્યોએ આ વાતને માત્રને માત્ર અફવા ગણાવી તેઓ કોંગ્રેસ સાથે જ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

કોંગ્રેસના લલિત વસોયાએ ધારાસભ્યોના પક્ષપલટાને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. લલિત વસોયાએ  કે, હાલ અમારા જે ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અફવા ફેલાઇ રહી છે તે ખોટી, અને જ્યાં સુધી મારી છે તો હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું. ભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા પસંદ કરીશ.

તો પક્ષપલટા અંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાનું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું, હાલ મારા વિશે જે વાતો ફેલાઇ રહી  તે અફવા છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ.

તો કિરીટ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. હું ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહી તોડું. હું કોંગ્રેસમાં જોડાયેલો રહીશ. હું ભાજપની કોઇ ધાક-ધમકીને વશ થઇશ નહીં. તો અલ્પેશ ઠાકોરે પણ ભાજપમાં  અંગે રદીયો આપ્યો હતો, તેમણે કહ્યું કે, મેં ક્યારેય કહ્યું નથી કે હું ભાજપમાં જોડાવવાનું છું. હું સ્પષ્ટ કહું છું કે, હું ભાજપમાં જોડાવવાનો નથી.

હળવદના ધારાસભ્ય સાબરિયા કોંગ્રેસ છોડવાના મૂડમાં

લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપ-કોંગ્રેસ દ્વારા તોડ-જોડની રાજનીતિ શરૂ થઈ છે અને આજે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાય  અફવા વચ્ચે ચાર ધારાસભ્યોએ આ વાતને માત્ર અફવા ગણાવી કોંગ્રેસ સાથે જ હોવાનો રાગ આલાપ્યો છે ત્યારે બીજી તરફ નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં જેલવાસ ભોગવી ચૂકેલા હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો ભાજપ તરફ ઝૂકાવ વધ્યો હોવાના સમાચારો સાંપડી રહ્યાં છે. હળવદ બેઠક પર ભાજપને મ્હાત કરી વર્ષો બાદ આ  કોંગ્રેસ માટે ખેંચી લાવનાર ધારાસભ્ય સાબરિયાને બોર્ડ નિગમમાં સ્થાન આપી ખેડવી નાખવા તખ્તો તૈયાર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

Related posts

જામનગરમાં પોલીસમેનની પત્નીએ પરિણીતા ઉપર હુમલો કરતાં ફરિયાદ

Nawanagar Time

સંતાનોને શિક્ષિત કરવા ભરવાડ સમાજની માતાઓને અનુરોધ કરતા કૃષિ મંત્રી

Nawanagar Time

ગુજરાતના ખેડૂતો માટે રૂ. 2600 કરોડ પાકવીમો મંજૂર: વિજયભાઇ રૂપાણી

Nawanagar Time

Leave a Comment