Nawanagar Time
ગુજરાત જામનગર

કાલથી બોર્ડની પરીક્ષા શરૂ, 34,488 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam

જામનગર જિલ્લામાં ધો.10 અને 1ર ની પરીક્ષાઓ માટે તૈયારીઓ પૂર્ણ 10પ સ્થળોએ યોજાશે પરીક્ષા

જામનગર:-જામનગર જિલ્લામાં આગામી સાતમી માર્ચથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષાઓ માટે તંત્ર સજ્જ થયું છે. તમામ પરીક્ષા સ્થળો પર શાંતિ અને સુચારૂ  પરીક્ષા લેવાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો અધિક કલેકટર દ્વારા પરીક્ષાને અનુલક્ષીને પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા કુલ 34,488 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. એસ.એસ.સી.ની પરીક્ષા માટે  કેન્દ્રો દ્વારા 65 સ્થળો પર 707 બ્લોકમાં 22,326 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. એસ.એસ.સી.ની પરીક્ષા માટે સિક્કા અને લાલપુરને તંત્રએ સંવેદનશીલ ગણી તેની વિશેષ વ્યવસ્થા કરી છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 6 કેન્દ્રો દ્વારા 29 સ્થળો પર 315 બ્લોકમાં 9905 પરીક્ષાર્થીઓની પરીક્ષાઓ લેવાશે. જ્યારે ધો.12 સાયનસમાં બે કેન્દ્રો દ્વારા 105 સ્થળો  109 બ્લોકસમાં 2257 પરીક્ષાર્થીઓની પરીક્ષા લેવાશે. ધો.10ની પરીક્ષા તા.19ના રોજ, ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.22ના રોજ અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.16ના રોજ પુરી થાય છે. તમામ પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા રૂમો સો ટકા સી.સી. કેમેરાવાળા રાખવામાં આવ્યા છે. જેથી ગેરરિતીનો પ્રશ્ર્ન ન રહે. જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડોડીયાની દેખરેખ  શિક્ષણ વિભાગ દ્વારા મોટાભાગની તૈયારી પુર્ણ થઇ હોવાનું કચેરી જણાવે છે. અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા દ્વારા જાહેર રજા સિવાયના દિવસોમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકોને સવારે 9-30થી સાંજે 6-30 દરમિયાન એકઠા થવા પર સભા ભરવા, બેઠકો બોલાવવા પર, સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું  પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના દાયરામાં કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી નકલો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam
starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam
starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam
starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam
starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam
starting-tomorrows-board-examinations-34488-students-will-take-the-exam

વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ સેન્ટર

જામનગરમાં ગુરૂવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસ.એસ.સી અને એચ.એસ.સી તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમા પરીક્ષા શરૂ થઇ રહી છે. પરીક્ષાર્થીઓને પુરતું માર્ગદર્શન મળી રહે, વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપે તે માટે તેમના પ્રશ્ર્નોના નિરાકરણ લાવી શકાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્રારા દરેક તાલુકા તેમજ શહેર કક્ષાએ કાઉન્સેલિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.

Related posts

જોડિયામાં મનરેગા હેઠળ બેરોજગારી ભથ્થું નહીં અપાય તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થશે

Nawanagar Time

ઊંડ-2 ડેમનું પાણી દરિયામાં વહાવી દેવાતાં ખેડૂતોમાં રોષ

Nawanagar Time

શું તમારું શહેર 1 થી 100 નંબર પર આવે છે તો સરકાર તરફથી મળશે વિશેષ ગ્રાન્ટ…..

Nawanagar Time

Leave a Comment