Nawanagar Time
ગુજરાત જામનગર

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્ય મંત્રી હકુભાનું વિશિષ્ટ સન્માન

state-minister-hukubas-special-honor-by-chaitanya-charitable-trust

જામનગર:-ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા છેલ્લા 22 વર્ષથી વંચિત ભિક્ષુક, કચરો વીણતાં, બાળ મજુર, શાળા બહારના તેમજ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને દત્તક લઈને હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર દ્વારા જામનગરના વિવિધ પછાત વિસ્તારો માં 365 દિવસ  ઉત્તમ શિક્ષણ, પૌષ્ટિક ખોરાક અને સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. આ ઉપરાંત  પ્રોટેક્ટ ગર્લ  અભિયાન દ્વારા 10000 વંચિત કિશોરીઓને દત્તક લઈને તેમને સુરક્ષિત કરવા માટેનું અભિનવ અભિયાન ચાલે છે. ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા યુવાઓ અને મહિલાઓ માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. તાજેતરમાં માનનીય શ્રી ધર્મેન્દ્રસિંહ  ઉર્ફે હકુભા નો મંત્રી મંડળ માં સમાવેશ થતા તેમનું બુકે નહી પણ બુક અભિયાન અંતર્ગત સુંદર મજાનું પુસ્તક આપી વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું, ઉપરાંત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કાજલ પંડ્યા, પ્રમુખ નીલેશ ટોલિયા, ટ્રસ્ટી વિમલ અઘેરા તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર હિતેશ પંડ્યા તથા સાથે સાથે સીમા અઘેરા અને આશા જોશી  જોડાઈને શાલ ઓઢાડીને પણ સન્માન કરવામાં આવેલ હતું જ. આ તકે હિતેશ પંડ્યા દ્વરા હકુભા એ કરેલ વિશિષ્ટ કામગીરીની વિગતે વાત કરીને લોકોના દિલ માં અનેરું સ્થાન પ્રાપ્ત કરનાર આ અદ્ભુત માનવી ના વિવિધ કાર્યો, હાકલ પડે ને હાજર ની પોલીસી તેમજ તેમની સરળતાના અનેક ઉદાહરણ આપી હકુભા હજુ  ક્ષેત્રે આગળ વધે તેવી શુભ કામના વ્યક્ત કરી હકુભા એ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ને કરેલ વિવિધ પ્રકારના સાથ અને સહકાર ની યાદ આપી છેવાડે ના માનવીને પણ હકુભા કેવી રીતે મદદગાર બન્યા છે તે દષ્ટાંત સાથે વ્યક્ત કરી તેમની ભાવના અને ભલમનસાઈ ધરાવતા સ્વભાવ ની સરાહના કરી હતી.

Related posts

રોગ વિમોચન ગંગા માતા ટ્રસ્ટને અગિયાર લાખનું માતબર દાન આપતો મહેશ્ર્વરી પરિવાર

Nawanagar Time

કાલાવડના દાવલી સરકારી શાળાના બાળકો ફટાફટ બોલે છે ઈંગ્લીશ

Nawanagar Time

નકલી મેજરે શર્ટ જામનગરમાં જ શિવડાવ્યો હોવાનો ઘટસ્ફોટ

Nawanagar Time

Leave a Comment