Nawanagar Time
નેશનલ

યુપીમાં ભાજપને માત્ર પાંચ બેઠક મળે તેવી સ્થિતિ: સર્વે

status-bjp-gets-only-five-seats-in-up-survey

2014 માં 71 બેઠક જીતનાર ભાજપના વળતા પાણી: સપા-બસપાનું ગઠબંધન રંગ લાવી રહ્યું છે

ઉત્તર પ્રદેશના રાજકારણને લઈને એવું કહેવાય છે કે અહીં જેની આંગળી ખુંતી, તેના માટે દિલ્હીની સત્તા આસાન બની જાય છે. આ સ્થિતિમાં થોડા મહિનાઓ બાદ જ યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા બનતા બગડતા રાજકીય સમીકરણોથી કેંન્દ્રમાં સત્તારૂઢ ભાજપની સ્થિતિ થોડી નબળી પડતી નજરે પડે છે. એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ સર્વેમાં સામે આવેલા તારણ પ્રમાણે જો ઉત્તર પ્રદેશમાં વિપક્ષ એકજુથ થઈ જાય તો ભાજપ માત્ર 5 જ બેઠકો પર સમેટાઈ શકે છે.

એક જાણીતી સમાચાર ચેનલ અને એજંસી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુંસાર 2014ની ચૂંટણીમાં ઝળહળતા વિજય સાથે 71 બેઠકો જીતનારી ભાજપ આ વખતે માત્ર 5 જ બેઠકો પર સમેટાઈ શકે છે. સર્વેમાં જણાવ્યા અનુંસાર સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન ઉત્તર પ્રદેશની 80માંથી 58 બેઠકો જીતી શકે છે. જ્યારે ભાજપ જો પોતાના સહયોગી અપના દળ સાથે મળીને ચૂંટણી લડે તો બંનેને 18 બેઠકો મળી શકે છે.

તો જો આ ગઠબંધનમાં સપા-બસપા સાથે કોંગ્રેસન અને આરએડી પણ જોડાય જાય તો ભાજપ માટે કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે. જો મહાગઠબંધનનો સીટોનો આંકડો 75 સુધી પહોંચી શકે છે. જ્યારે ભાજપને માત્ર 5 જ બેઠકો મળી શકે છે.

જો વાત વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપને અહીં પણ ઉંધા મોંએ પટકાઈ શકે છે. 2014ની ચૂંટણીમાં 43.3 ટકા વોટ શેરથી ઘટીને 36 ટકામાં સમેટાઈ શકે છે. તો સપા-બસપા ગઠબંધનનો વોટ શેર 42.8 ટકાથી વધીને 46 ટકાએ પહોંચી શકે છે. તો કોંગ્રેસને આ ગઠબંધનથી કોઈ ખાસ નુંકશાન થાય તેમ નત્થી અને ગત વખતની 2 બેઠકોની સરખામણીએમાં 4 બેઠકો મેળવી શકે છે. પાર્ટીનો વોટ શેર પર 7.5 ટકાથી વધીને 12 ટકા થાય તેવી શક્યતા છે.

Related posts

ટ્રાફિક દંડની ફટાફટ ચુકવણી માટે બેંકો સાથે તંત્રની વાટાઘાટો

Nawanagar Time

નેટફ્લિક્સ કિશોર કુમાર પર બનાવશે વેબ-સિરીઝ

Nawanagar Time

Nawanagar Time

Leave a Comment