Nawanagar Time
સ્પોર્ટસ

આજે જયપુરમાં થશે સ્ટીવ  સ્મિથની વાપસી

steve-smith-returning-in-jaipur-today

આઇપીએલની ૧૨મી સિઝનમાં આજે ત્રીજા દિવસે રમાનારી એકમાત્ર મૅચમાં રાત્રે ૮.૦૦ વાગ્યથી કિંગ્સ ઇલેવન પંજાબ અને યજમાન રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ટક્કર જામશે. રવિચન્દ્રન અશ્ર્વિનના નેતૃત્વ હેઠળની પંજાબની ટીમ ખાસ કરીને ઓપનરો ક્રિસ ગેઇલ અને લોકેશ રાહુલ તેમ જ મયંક અગરવાલ પર મદાર રાખશે. આમાંના બે ઓપનરો પંજાબને આક્રમક ઓપનિંગ અપાવી શકે. ખુદ અશ્ર્વિન ટી-ટ્વેન્ટીના ફૉર્મેટમાં હજી પણ આગવી છાપ પાડી શકે એ પુરવાર કરવા આજે કોઈ કસર બાકી નહીં રાખે. બોલિંગમાં તેને મોહંમદ શમી, ઍન્ડ્રયુ ટાય અને મુજીબ-ઉર-રહમાનનો સાથ મળી રહેશે.

બીજી તરફ, રાજસ્થાન રૉયલ્સ વતી જો ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન સ્ટીવ સ્મિથને રમવાનો મોકો મળશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા થઈ રહેલા સસ્પેન્શનના સમયગાળા દરમિયાન પોતાની કાબેલિયત પુરવાર કરવાનો પૂરો પ્રયત્ન કરશે. તે તાજેતરમાં કોણીની ઈજા પહેલાં બંગલાદેશ પ્રીમિયર લીગમાં એક-બે મૅચ રમ્યો હતો. ઇંગ્લૅન્ડનો બેન સ્ટૉક્સ અને જૉસ બટલર વન-ડેના વર્લ્ડ કપની તૈયારીના કારણસર પચીસમી એપ્રિલ સુધી જ આઇપીએલમાં રમવાના છે અને એ પહેલાં તેઓ વિશ્ર્વની આ સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્પર્ધામાં ઊંડી છાપ પાડી જવાની વેતરણમાં હશે જ. હરાજીમાં ૮.૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો લેફ્ટ-હૅન્ડ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પણ સારું પર્ફોર્મ કરીને વિદર્ભ સામેની તાજેતરની રણજી ટ્રોફી ફાઇનલની હારને ભૂલાવવાનો પ્રયત્ન કરશે.

Related posts

ધવન ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાંથી બહાર

Nawanagar Time

જામનગર રાતોરાત જામરણજીતસિંહ ક્રિકેટ પેવેલીયન થઇ ગયું ઉભુ!

Nawanagar Time

2003માં પાકિસ્તાન પ્રવાસે જવા કરતા મારી રણજી રમવાની ઇચ્છા હતી: ઇરફાન

Nawanagar Time

Leave a Comment