Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લાના તમામ યાર્ડ બંધ

stop-all-yards-of-jamnagar-district

માર્ચ એન્ડિંગના હિસાબો પૂર્ણ હોવાથી યાર્ડની કામગીરી બંધ

જામનગર:-જામનગર જિલ્લાના તમામ યાર્ડ તાજેતરમાં બંધ છે. માર્ચ એન્ડીંગના હિસાબો પૂર્ણ કરવાના હોવાથી યાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે. માર્ચ એન્ડીંગને કારણે તમામ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ કરવામાં આવી છે. જામનરગના જામજોધપુર, લાલપુર સહિતના યાર્ડ બંધ હાલતમાં છે. યાર્ડ બંધ થવાને કારણે ખેડુતોની  થતી નથી.

જામનગર જીલ્લાના તમામ યાર્ડ માર્ચ એન્ડીંગના હિસાબો પૂર્ણ કરવાને લીધે બંધ છે. ખેડૂત વર્ગ જણાવે છેકે યાર્ડ બંધ હોવાથી અમારો ઉતરેલો પાક પણ પડી રહેલ છે. પાંચ દિવસ સુધી યાર્ડની હરાજી બંધ છે. જેના કારણે પાકની આયાત નિકાસ થતી નથી. માર્ચ એન્ડીંગ હોય જીલ્લા ભરના તમામ યાર્ડ  જામનગર જીલ્લાનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગણાતું હાપા માર્કેટીંગ યાર્ડમાં પણ હરાજી બંધ છે. જેથી ખેડૂત વર્ગને મોટો ફટકો પડયો છે. જામનગર જીલ્લાના જામજોધપુર, જોડીયા, લાલપુર, કાલાવડ સહિતના યાર્ડ બંધ હોય ખેડૂતો બેકાર બન્યા છે. યાર્ડમાં આગામી સમયમાં તા. 1 એપ્રિલથી કામગીરી રાબેતા મુજબ શરૂ થશે ત્યાં સુધી ખેડૂતો નવરાશની  વીતાવી રહ્યા છે. ખેડૂત વર્ગ જણાવે છેકે હિસાબો પૂર્ણ કરવાને લીધે માર્કેટીંગ યાર્ડની આવક બંધ છે. પરંતુ અમારેતો અન્ય કોઇ વિકલ્પ ના હોય આથી અમો બેકારી જેવી પરિસ્થિત સર્જાય છે. આગામી સમયમાં માર્ચ એન્ડીંગના હિસાબો પૂર્ણ થાય અને એપ્રિલ મહિનામાં યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થાય તેમજ સરકાર દ્વારા  ટેકના ભાવ આપવામાં આવેતો ખેડૂત વર્ગની સારી પરિસ્થિત થઇ શકે છે.

Related posts

નવી યુવા પેઢીને ગાંધી વિચાર ધારાથી અભિપ્રેત કરાવવા ‘નવનીત જવેલરી મોલ’ દ્વારા સ્તુત્ય પ્રયાસ

Nawanagar Time

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સિંચાઈના કામો સહિતના મુદ્દા રજૂ

Nawanagar Time

નજર ચૂકવી ચોરી કરતી ટોળકીને ઝડપી લેતી દ્વારકા એલસીબી : 20 ચોરીનો ભેદ ઉકેલાયો

Nawanagar Time

Leave a Comment