Nawanagar Time
ગુજરાત જામનગર

રોક શકો તો રોક લો! જામનગરમાં ઘોડીપાસા ક્લબના હાટડાં યથાવત

stop-if-you-can-stopghodipasa-club-hammers-in-jamnagar-remain-unchanged

શંકર ટેકરી, વામ્બે આવાસ યોજના અને નવાગામ ઘેડમાં દિવસ-રાત ધમધમતી ઘોડીપાસા ક્લબથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ્

જામનગર:-જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ વચ્ચે પણ જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં ચાર-ચાર ઘોડીપાસાની ક્લબ ધમધમતી હોય સ્થાનિક નાગરિકો જુગારીયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,  કે ઘોડીપાસાની આ જુગાર ક્લબો જાહેરમાં ધમધમતી હોવા છતાં પોલીસને આ બાબતની જાણ ન હોવાથી આજે નવાનગર ટાઈમ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી, આર.આર.સેલ અને સબંધિત પોલીસ મથકના પીઆઇને કલબના સરનામાં સાથેની જાણ પણ કરી હતી.

જામનગરમાં ચાર જગ્યાએ ઘોડી પાસાની ક્લબ ધમધમતી થઈ હોવાનો અહેવાલ ’નવાનગર ટાઈમ’માં પ્રસિદ્ધ  બાદ તાબડતોબ પોલીસ હરકતમાં આવી હતી, પણ જુગારનું આ દુષણ હજી ચાલુ જ રહેવા પામ્યું છે.સીટી સી ડિવિઝન વિસ્તારમાં શંકર ટેકરી વિસ્તારમાં બે જગ્યાએ, વામ્બે આવાસ યોજના વિસ્તારમાં મયુરનગર પાછળ એક જગ્યાએ ઘોડી પાસાની ક્લબ એક દિવસ બંધ પણ નથી થઇ, કે ન જગ્યા ફેર થઇ છે. ચોથી ક્લબ  બી ડિવિઝન વિસ્તારમાં નવાગામ ઘેડ વિસ્તારમાં છડે ચોક ધમધમી રહી છે. અને આવતાં ખેલન્દા અને પંટર લોકોને છૂટથી બિયર દારૂ પીરસવામાં આવે છે અને ક્લબ સંચાલકો ખાતરી આપે છે કે તમ તમારે બિન્દાસ્ત રમો. અહીં કોઈ નહિ આવે. આવી ક્લબો બપોરથી જ ધમધમતી થઇ જાય છે, બપોરે 3 થી  નવ અને ફરી વાર રાત્રે 10:30 થી સવારે 4-5 વાગ્યા સુધી ધમધમતી રહે છે. ટોચના સૂત્રો તો એવું પણ જણાવી રહ્યા છે કે, રખડતા ભટકતા કોઈ ડીવીઝન-ચોકીના માણસો આવી જાય તો તેઓને એલસીબી ખાતાનો હવાલો આપી દેવાનું ખેલંદા સૂત્રોનું કહી દેવાય છે.

Related posts

કો2ોના કાળે ઉત્સવોની ઉજવણીનો નવો અનુભવ ક2ાવ્યો: જીતુ લાલ

Nawanagar Time

હવે ઘરે ઘરે પાણીના મીટર લાગશે, આ બિલ પર થઈ 9 કલાક સુધી ચર્ચા

Nawanagar Time

આમાં ઑનલાઈન ચૂકવણાં કેમ કરવા? જામનગરના ગ્રાહકના 20 હજાર ’ગ્યા

Nawanagar Time

Leave a Comment