Nawanagar Time
નેશનલ

પુલવામા હુમલો: સુરક્ષા મામલાની સમિતિની અગત્યની બેઠક મળશે, જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

stop-mobile-internet-service-in-jammu

ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નાં 37 જવાનોનાં મોત થયા છે.

આતંકી હુમલા બાદ પરિસ્થિતિને સંભાળી રહેલા ભારતીય જવાનો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલા બાદ આજે સવારે સુરક્ષા મામલાની કેબિનેટ કમિટિ(કેબિનેટ કમિટિ ઓન સિક્યુરિટી) ની અગત્યની બેઠક મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવારે 9.15 વાગ્યે યોજનારા આ બેઠકને ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. બીજી તરફ પુલવામા હુમલા બાદ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નાં 37 જવાનોનાં મોત થયા છે.

આ પણ વાંચો : J&Kમાં આતંકી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ, BJPનાં તમામ કાર્યક્રમો રદ

વડાપ્રધાન કાર્યાલયમાં યોજાનાર આ અગત્યની બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત રક્ષા મંત્રી, ગૃહમંત્રી અને વિદેશ મંત્રી હાજર રહેશે. આ બેઠકમાં NSA (નેશનલ સિક્યુરિટી એડ્વાઇઝર) અને NSC (નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ)ના સભ્યો પણ ભાગ લેશે.

બેઠકનો દૌર

ગુરુવારે સાંજથી દિલ્હીથી લઈને જમ્મુ-કાશ્મીર દરેક જગ્યાએ સતત બેઠક થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં CRPFના ડીજી રાજીવ રાય ભટનાગર અને ગૃહમંત્રી રાજનાથ સિંહ વચ્ચે આશરે 20 મિનિટ સુધી બેઠક ચાલી હતી. રાજીવ રાયે CRPF વોર રૂમમાં હાજર ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને બાદમાં ગૃહમંત્રીને તેની જાણકારી આપી હતી.

ગૃહમંત્રીનો પુલવામા પ્રવાસ

હુમલાની તપાસ માટે શુક્રવારે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશ એજન્સી)ની ટીમ પુલવામા જશે. આ ટીમમાં 12 સભ્યો હશે જેનું નેતૃત્વ IG રેન્કના અધિકારી કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી પણ ઘટનાસ્થળે જઈ શકે છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક પણ શુક્રવારે જમ્મૂથી શ્રીનગર જઈ શકે છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે આ હુમલા પર દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે કહ્યું, દેશ આ હુમલાનો જવાબ આપશે. આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. આખા દક્ષિણ કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને 2G સેવાની ઝડપ ધીમી કરી દેવામાં આવી છે.

કેસ દાખલ કરાયો

જમ્મુ-કાશ્મીર પોલીસે હુમલા અંગે કેસ દાખલ કર્યો છે. ઓફિસરો આ હુમલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે અમે આ ભીષણ આતંકી હુમલાને વખોડી કાઢીએ છીએ. આ દુઃખની ઘડીમાં અમે શહીદો અને ઘાયલ જવાનોના પરિવારના પડશે ઉભા છીએ.

 

 

Related posts

સુશાંતે છોડી ‘સાવધાન ઈન્ડિયા’

Nawanagar Time

ગવર્નર ઉર્જિત પટેલ બાદ ડે. ગવર્નરે RBIને કહ્યું અલવિદા, આ છે કારણ

Nawanagar Time

વિદ્યાની અપીલ: કોરોના તો ફેલાયું, અફવારૂપી વાયરસ ન ફેલાવો…

Nawanagar Time

Leave a Comment