Nawanagar Time
ગુજરાત જામનગર

દરિયા મા ગંદકી..દરિયામાં જતું ગટરનું પાણી અટકાવો, કલેકટરની કમિશ્નરને સૂચના

stop-the-sewage-water-seepage-instruct-the-commissioner-to-the-commissionerstop-the-sewage-water-seepage-instruct-the-commissioner-to-the-commissioner

‘નવાનગર ટાઇમ’ દ્વારા ગંભીરતાથી ઉઠાવેલો પ્રદૂષણનો મુદ્દો જિલ્લા કક્ષાએ ગાજ્યો

જામનગર:-જામનગર શહેરમાંથી નીકળતુ રોજનું 70 લાખ લીટર ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવા એન રીયુઝ કરવા રૂા.90 કરોડથી વધુ રકમના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે પરંતુ તે આંશિક ચાલુ થયો છે અને હજુય ગંદુ પાણી દરિયામાં જાય છે. જે બાબતે જિલ્લા કલેકટરે કમિશ્નરને સુચના આપી છે કે સુએચ  પ્લાન્ટમાંથી છોડાતા પાણીથી દરિયામાં થતુ પ્રદુષણ અટકાવો આમ તો બને પોસ્ટ સનદી અધિકારીની છે માટે ડેકોરમ જાળવવામાં આવતુ હોય, અરસ પરસ મર્યાદા રખાતી હોય પરંતુ સરકારની વ્યવસ્થા મુજબ જિલ્લા કલેકટર જિલ્લાના રાજા છે તેઓ કમીશ્નર અને ડીડીઓને સુચના આપી શકે અને એસ.પી.ને પણ જરૂરી તાકીદ કાયદો વ્યવસ્થાની જાળવણી સંદર્ભે  પડયે કરી શકે છે.

એક તરફ ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા ગંભીરતાથી પ્રશ્ર્ન ઉઠાવાયો છે કે સુએજ ટ્રીટમન્ટ હોવા છતાં સો ટકા ગંદુ પાણી શુદ્ધ થતુ નથી, ગંદુ પાણી-પ્રદુષણયુકત પાણી દરિયામાં જતુ અટકતુ નથી અને દરિયાઇ જીવસષ્ટિનો નાશ થાય છે, પ્રદુષણ વધતુ જ જાય છે.

આ ગંભીર પ્રશ્ર્ને ‘નવાનગર ટાઇમ’એ અહેવાલોને  આપી તંત્ર સુધી બુલંદ અવાજ પહોંચાડયો હતો અને તંત્રએ પણ આ બાબતે ગંભીરતા દાખવી છે.

દરમિયાન કોર્પોરેશન દ્વારા તો જોકે બચાવ જ કરવામાં આવ્યો છે કે ભુગર્ભ ગટર શાખા હસ્તક અને વર્લ્ડ બેક સહાય આધારીત આઇ.સી. ઝેડ એમ પ્રોજેકટ અંતર્ગત 70 એમએલડી અને મેન્ટેનન્સ એસ્સાર પ્રોજેકટસ ઇ.લ.. દ્વારા કરવામાં  રહેલ છે. ગંદુ પાણી ટ્રીટમેન્ટ કરી, શુદ્ધ થયા બાદ એક તો રીયુઝ કરાવવાનું અને જરૂર પડયે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આપેલી મંજુરી મુજબ શુદ્ધ પાણી (પ્રોસેસ થયેલુ) નદીના પટમાં ચોક્કસ જગ્યાએ ડીસ્ચાર્જ પોઇન્ટ ઉપર છોડી શકાય છે. આ પ્રમાણે કામગીરી થાય છે.

બીજી તરફ વન વિભાગે પણ કોઇપણ કલીન ચીટ  દેવામાં આવી કે વખતો વખત (મરીન નેશનલ પાર્કની આ વિસ્તાર હોઇ) તપાસ કરાય છે. હાલ તો કશું ક્ષતી યુકત જણાતુ નથી.

દુર્ગંધ – ફીણ – કદડો દરિયામાં જાય છે
વાસ્તવિકતા એ છે કે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વ્યવસ્થા ચાલતો નથી માટે કેમીકલ અને બાયોલોજીકલ અશુદ્ધીઓ પાણી રહી જાય તે જાય છે માટે પ્રદુષણ ફેલાય છે. જે બાબતની ધારાસભ્યની આધાર પુરાવા સાથેની રજૂઆત ઘ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા કમિશ્નરને પત્ર પાઠવાયો છે કે મહાપાલિકા હસ્તકના આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષતી હોય તો દૂર કરવી, સેમ્પલ લેવા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવી અને તાત્કાલીકના ધોરણે આ અંગે જરૂરી કાર્યવાહી કરવી જરૂર ધોરણસરના પગલા પણ લેવા.

Related posts

સૂરજકરાડીમાં વૃદ્ધની નિર્મમ હત્યાના પ્રકરણમાં આરોપીને આજીવન કેદ

Nawanagar Time

ભાજપના રાજમાં ખેડૂતો આત્ત્મહત્યા કરવા મજબૂર: જયંતિભાઈ સભાયા

Nawanagar Time

મકાન ધરાશાઈ થવાની ગોઝારી દુર્ઘટનામાં 24 કલાક બાદ પણ રેસ્ક્યુ યથાવત

Nawanagar Time

Leave a Comment