Nawanagar Time
સ્વાદ પકવાન

બાફવાની માથાકૂટને બદલે આ રીતથી આખા વર્ષ સુધી સ્ટોર કરો બટાકાંની વેફર

store-this-year-instead-of-boiled-coconut-store-it-all-year-round

બટાકા વેફર સામગ્રી

  • બટાકાં,
  • મીઠું,
  • તેલ (તળવા માટે).

ખાસ ટિપ્સ

  • બટાકાં હંમેશાં મધ્યમ સાઇઝનાં ખરીદવાં. વધારે નાનાં કે મોટાં હશે તો વેફર પાડતાં નહીં ફાવે.
  • સહેજ પીળાશ પડતાં બટાકાં ખરીદવાં. લીલાશ પડતાં બટાકાં અવોઇડ કરવાં.

બનાવવાની રીત

સૌપ્રથમ બટાકાંને ચોખ્ખા પાણીથી ધોઇને તેની છાલ ઉતારી પાણીમાં મૂકી દો. ત્યારબાદ વારાફરથી બધાં જ બટાકાંની ચિપ્સ બનાવી લેવી. મશીન એડજસ્ટેબલ હોય તો ચિપ્સ મિડિયમ બનાવવી. બટાકાંમાં સ્ટાર્ચ બહુ વધુ હોય છે એટલે ચિપ્સ 5-6 વાર વ્યવસ્થિત ધોઇ લેવી. ધોવાઇ ગયા બાદ તેને કોટનના ચોખ્ખા કપડાથી બરાબર લૂછી લેવી. ત્યારબાદ વેફરમાંથી પાણીનો ભાગ બરાબર સૂકાઇ જાય ત્યાં સુધી તેને સૂકાવા દેવી. ઉનાળામાં વેફરને બરાબર સૂકાતાં ત્રણેક દિવસ લાગે છે. સૂકાઇ ગયેલ વેફરને આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે.

નોંધ: વેફર એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરવી.

હવે જ્યારે વેફર તળવી હોય ત્યારે એક મોટા વાસણમાં પાણી લઈ તેમાં મીઠું ઉમેરો અને મીઠાવાળા પાણીમાં વેફર 15 મિનિટ્સ પલાળી રાખો. જેથી વેફર સોલ્ટી બનશે અને ઉપર ધૂળના કણ ચોંટેલા હશે તો સાફ થઈ જશે.

ત્યારબાદ તેલ બરાબર ગરમ થઈ જાય એટલે હાઇ ફ્લેમ પર વેફરને પાણીમાંથી કાઢતા જાઓ અને તળતા જાઓ. મીઠાવાળા પાણીમાં પલાળવાથી વેફર રબર જેવી થઈ જાય છે, એટલે હાથમાં લાડવો વાળીને શક્ય એટલું પાણી નીચોવી દેવું અને ભીની વેફર જ તળી લેવી. વેફર તળાતાં થોડી વાર લાગશે, ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.

Related posts

બાળકોને ખાવાની મજા પડી જાય તેવી છે આ ટોમેટો ચીઝ ચકરી

Nawanagar Time

આ સરળ નાસ્તો બનાવી ગમે ત્યારે જમવામાં ઉપયોગમાં લો આ આલુ ભુજિયા સેવ.

Nawanagar Time

આજના ડીનરમાં બનાવી જુઓ આ ફુદીના ચટણી પાસ્તા

Nawanagar Time

Leave a Comment