Nawanagar Time
ગુજરાત જામનગર

સ્ટ્રાઈક ડે : જામનગરમાં બેંકો-દવાની દુકાન, ફેકટરી-આંગણવાડી બંધ

Strike day: Banco-drug store in Jamnagar, Factory-Anganwadi Bandh

જામનગર:-જામનગર સહિત દેશભરમાં આજથી બે દિવસની હડતાળના પગલે બેંકિંગ, દવાની દુકાન, ફેકટરી, મધ્યાહન ભોજન અને આંગણવાડી સહિતની હડતાલ પડી છે. જામનગરમાં મજૂર મહાજન સંઘ દ્વારા જાહેરસભા, સૂત્રોચ્ચાર, રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હડતાળના પગલે એસબીઆઇ સિવાયની રાષ્ટ્રિયકૃત બેન્કો બંધ રહેતાં બે દિવસમાં 180 કરોડનું ક્લિયરિંગ અટકી ગયું છે.

કેન્દ્ર સરકારની મજૂર અને કામદારવિરોધી નીતિના વિરોધમાં  જામનગરમાં ગુજરાત બેન્ક વર્કસ યુનિયનની ઓફિસે અલગ અલગ બેન્ક અને શ્રમિક સંગઠનોની મિટીંગ મળી હતી. જેમાં કેન્દ્રિય મજૂર મંડળો દ્વારા 8 અને 9 જાન્યુઆરીના ભારત બંધના એલાનને ટેકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે આજથી જામનગર શહેર અને જિલ્લામાં કાર્યરત જુદા જુદાં શ્રમિક મંડળો સાથે જોડાયેલા કામદાર કર્મચારી ભાઇઓ અને બહેનો બે દિવસની હડતાળમાં જોડાયા છે.

જામનગર મજદૂર મહાજન સંઘ દ્વારા આજ સવારે લાલ બંગલા સર્કલમાં સવારે 10 કલાકે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

બે દિવસની કામદાર અને શ્રમિકોની હડતાળમાં રાષ્ટ્રિયકૃત બેન્કો,  પોસ્ટલ, રેલ્વે, એલઆઇસી, જીઆઇસી, પીજીવીસીએલ, આંગણવાડી, મધ્યાહન ભોજન સહિતની કચેરીના શ્રમિક સંગઠનો અને યુનિયનો સાથે જોડાયેેલા કર્મચારીઓ જોડાતા રૂટિન કામગીરીને માઠી અસર પહોંચી છે.

બે દિવસના ભારત બંધના એલાનના પગલે એસબીઆઇ સિવાયની રાષ્ટ્રિયકૃત બેન્કો બંધ રહેશે. જેના પગલે જામનગર શહેર-જિલ્લામાં બે દિવસમાં 180 રોડનું ક્લિયરીંગ અટકી જશે. જ્યારે શનિવારે બેંકોમાં રજૂ કરાયેલા ચેક પાંચ દિવસ બાદ એટલે કે શુક્રવારે ક્લિયર થશે. બે દિવસની હડતાળથી બેન્કિંગ સેવ બંધ રહેતાં ચેક દ્વારા થતાં આર્થિક વ્યવહાર ખોરવાતાં વેપાર-ધંધાને માઠી અસર થશે તો ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડશે.

Related posts

હોમ લર્નિંગ બાદ ધો.3થી ધો.12ની વિદ્યાર્થીઓ ઘર બેઠાં આપશે પરીક્ષા

Nawanagar Time

જામનગરના અગ્રણી વેપારીની ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સમાં કો-ઓપ્ટ. મૅમ્બર તરીકે વરણી

Nawanagar Time

વાકા.. વાકા.. એ..ઓ.. ! શકીરાના ગીત ઉપર ઝૂમતા રાજ્યમંત્રી-મેયર

Nawanagar Time

Leave a Comment