Nawanagar Time
રાજકોટ

એવું તે શું થયું કે મુંજકા ગામની નદીના પાણી પર સફેદ ફીણના ગોટેગોટા વળ્યા ??

મુજકા ગામની નદીમાં પાણી પર સફેદ ફીણના ગોટેગોટા ; નદીમાં કેમિકલ ભળ્યાંના સબળ પુરાવા

સોનલ પાર્ક નજીક વાડીમાં ધમધમતી કેમિકલની કામગીરી ; ગ્રામજનો મુંઝવણમાં ; તંત્રના આંખ આડા કાન

શહેરના ન્યારી ડેમ 1 માંથી પસાર થતી નદી મુજકાગામમાંથી પસાર થઈ ન્યારી ડેમ 2 માં સંગમ થાય છે. આ નદી નજીક ગેરકાયદેસર રીતે વાડી – વિસ્તારમાં કેમિકલ બનાવવા માટેના રાસાયણિક એકમો ધમધમી રહ્યા છે. જેનું પ્રદુષિત પાણી આ નદીમાં છોડવામાં આવતા કેમિકલના સફેદ ફીણો સર્જાઈ રહ્યા છે.તો બીજી બાજુ સરકારી અધિકારીઓ આંખ આડે કાન કરતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે.

શહેરના મુજકા ગામ ક્રાઇસ્ટ કોલેજ જવાના માર્ગે ન્યારી ડેમની નદી પસાર થાય છે. જે નદી ન્યારી ડેમ-1 શરૂ થઈ ન્યારી ડેમ -2 માં ભળે છે.આ નદીમાં છેલ્લા ઘણા સમયથી વાડી- ખેતરોમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કેમિકલ એકમનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. સોનલ પાર્કના પાછળના વિસ્તરમાં વાડીની અંદર ધમધમતી એક કેમિકલ ફેકટરી દ્વારા કેમિકલયુક્ત પાણી આ નદીમાં ગેરકાયદેસર રીતે રાત્રીના સમયે છોડવામાં આવી રહ્યાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. તો બીજી બાજુ 150 ફૂટ રિંગ રોડ પરની ખાનગી હોટલો, પાર્ટી પ્લોટના સંચાલકો દ્વારા રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે હેઠવાળ ઠલવામાં આવી રહ્યું છે. ચોમાસાના સમયગાળા બાદ નદીમાં સતત ઘન પ્રવાહી કચરો- કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધવા પામ્યું છે. નદી નજીક વસતા ગામના ગ્રામજનોમાં નદીનું પાણી કેમિકલયુક્ત જોતા એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે.

નદીની આજુબાજુ વસતા ખેડૂતો, પશુઓ, વનયજીવો આ નદીના પાણીનો ઉપયોગ કરે છે.નદીના પ્રદુષણ નું વધતું જતું પ્રમાણ જોઈ વનયજીવો , આજુબાજુ વસતા લોકોના જીવન ઉપર આરોગ્યનું તોળાતું જોખમ જોવા મળી રહ્યું છે. નદીમાં સતત કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે સફેદ ફીણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી ભળતા ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આજુબાજુ નદીના સ્નાન કરવા જતાં પરપ્રાતીય લોકો, પશુઓને ને ચામડીના રોગો – ખંજવાળ આવતી હોવાથી લોકોએ આ નદીમાં સ્નાન કરવાનું ટાળ્યું છે. તો બીજી બાજુ નદીમાં લિલીવેલ નું પણ એક કિલોમીટર સુધી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીના પાણીના સેમ્પલ રિપોર્ટ લઈ સરકારી અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવે તેવી ગ્રામજનોની લોકમાંગ ઉઠવા પામી છે.

નદીના પટની આજુબાજુ વાડીમાં ચાલતા રસાયણયુક્ત કેમિકલની કામગીરી મંજૂરી વગર ચાલી રહી હોવાની અને સરકારી તંત્રના અધિકારીની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર રીતે ચાલતી હોવાની ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી બાજુ હદની મારામારી વચ્ચે સોનલ પાર્ક નજીક ચાલતી કેમિકલ ફેકટરી સામે રૂડાના અધિકારી , પ્રદુષણ નિયત્રણ બોર્ડ , કે યુનિવર્સિટી પોલીસ , તાલુકા પોલીસ , લોધિકા પોલીસ પણ તપાસ કરતી નથી. આ નદીનું કેમિકલયુક્ત પાણી ન્યારીડેમ 2 માં ભળી રહ્યું છે. જે લાંબાગાળે લોકોના આરોગ્ય જોખમી શકે છે. નદીના પાણી પર ઝેરી કેમિકલયુક્ત પાણીના સફેદ ફીણના પાપ રૂપી પુરાવા જોવા મળી રહ્યા છે. જે તંત્રને દેખાશે કે કેમ ?

Related posts

રાજકોટમાં ધોધમાર વરસાદ, ગોંડલ પંથકમાં ચાર ઈંચ

Nawanagar Time

ચૂંટણી જંગ : જસદણમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 58% મતદાન….

Nawanagar Time

નવ વર્ષ બાદ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ની ચૂંટણી, ભેળસેળ વિનાના સિંગતેલ માટે વ્યવસ્થા કરાશે

Nawanagar Time

Leave a Comment