Nawanagar Time
ગુજરાત જામનગર

‘સબળા’! જામજોધપુરમાં 9 જુગારણ ઝડપાઇ

strongman-jamjodhpur-caught-9-jugaras

જામનગરમાં ચાર શખ્સો પાના ટીચતા ઝડપાયા, એક ફરાર

જામનગર:-જામજોધપુર તાલુકા મથકે ખરાવાડ વિસ્તારમાં જુગાર  નવ મહિલાઓને સ્થાનિક પોલીસે પકડી પાડી છે. પોલીસે તમામના કબ્જામાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જામનગરમાં યાદવનગર પાછળ મહાદેવ નગરમાં પોલીસે ચાર શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે ખરાવાડ વિસ્તારમાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની સ્થાનિક પોલીસને  મળી હતી. જેના આધારે પોલીસે ગઈ કાલે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન તીન પતીનો જુગાર રમતી ભાવનાબેન જમનભાઇ સોલંકી, લાભુબેન જેન્તીબેન પરમાર, બાધુબેન ધીરૂભાઇ વીરમગામા, ઉષાબેન જીકાભાઇ રાઠોડ, સીમાબેન સંજયભાઇ સોલંકી,  રંભીબેન ગોરધનભાઇ રાઠોડ, વજીબેન લાલજીભાઇ મકવાણા, દક્ષાબેન નાગજીભાઇ રાઠોડ, રેખાબેન વીજયભાઇ મકવાણા નામની નવ મહિલાઓ આબાદ ઝડપાઇ  હતી. પોલીસે તમામ મહિલાઓના કબ્જામાંથી રૂપિયા 1400ની રોકડ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જામનગરમાં યાદવનગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રાકેશભાઇ નંદકિશોર બાબુલાલ સવિતા જાતે વાણંદ ઉવ 32 ધંધો ગેરેજ રહે દિગ્જામ મીલ  ચાલીમા શંકરના મંદિરની બાજુમાં,  અનીલકુમાર નીલકંઠભાઇ લાલમોહનભાઇ શુકલા  ધંધો મજુરી રહે દિગ્જામ મીલ પાછળ ચાલીમા ગણેશ મંડપની બાજુમા, રણમલ પીઠાભાઇ માલદેઅભાઇ બંધીયા ધંધો ડ્રાઇવીંગ રહે આવાસ મહાદેવનગર મોમાઇ ચોકની બાજુમા વાળા શખ્સો ટીન પતિનો જુગાર રમતા આબાદ ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ શખ્સોના કબ્જામાંથી રૂપિયા 2150ની રોકડ કબ્જે કરી  કાર્યવાહી હાથ ધરી દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા કેશુર માલદે ભાટીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Related posts

હાલારમાં ઘઉં-ચણાના વાવેતરની તડામાર તૈયારી: રેકોર્ડબ્રેક વાવેતર થશે

Nawanagar Time

‘તમે કલેકટર છો?’ જામજોધપુર હૉસ્પિટલના ડૉક્ટર અને લાલપુર પ્રાંત વચ્ચે શાબ્દિક ટપાટપી

Nawanagar Time

કાલાવડ યાર્ડમાં મગફળીની બમ્પર આવક

Nawanagar Time

Leave a Comment