Nawanagar Time
ગુજરાત જામનગર

એસટીના પૈડાં થંભી ગયાં,અને લોકોને સર્જાણી પરેશાની…

ST's wheels stop, and people suffer from ecstasy ...

પડતર માંગણીઓ નહીં સ્વિકારાતા મધરાત્રિથી હડતાળ શરૂ: મુસાફરો પરેશાન

જામનગર:-ગુજરાત રાજ્ય એસ ટી નિગમના કર્મચારીઓની પડતર માંગણીઓ ઉકેલવાની અનેક વખતની રજૂઆતો બાદ પણ કોઇ નિવેડો નહીં  ગઇકાલે મધરાતથી એસ ટીના કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાળમાં જોડાઇ ગયા છે અને માસ સીએલ મૂકી દીધી છે. જામનગરમાં અંદાજે 1,300 જેટલાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 210 જેટલાં કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. એસ ટીની હડતાળને લઇને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સમગ્ર રાજ્ય સહિત જામનગર એસ  કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. સાતમા પગારપંચનો લાભ આપવા, આશ્રિત ઉમેદવારોને નોકરીની તક આપવા, કારણ વગર થયેલી ખોટી બદલીઓ રદ્ કરવા સહિતના વિવિધ મુદ્ાઓને લઇને એસ ટીના કર્મચારીઓએ બે દિવસ સુધી ધરણા અને દેખાવો કર્યા હતાં. તેમ છતાં કોઇપણ પ્રકારનો નિવેડો નહીં આવતાં અને પડતર માંગણીઓ નહીં સ્વિકારાતાં  રાતથી એસ ટીના કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાળમાં જોડાયા છે.

હડતાળને પગલે ગઇકાલે રાત્રે જ બસને બસ સ્ટેન્ડમાં થોભાવી દેવામાં આવી હતી. જે બસ જે સ્ટેશનેથી નીકળી હોય અને રાત્રે 12-00 વાગ્યે જ્યાં પહોંચે ત્યાં જ થંભાવી દેવાના આદેશો આપી દેવામાં આવ્યા હતાં. જેને કારણે અનેક મુસાફરો પરેશાન થઇ ગયા

ST's wheels stop, and people suffer from ecstasy ...
ST’s wheels stop, and people suffer from ecstasy …
ST's wheels stop, and people suffer from ecstasy ...
ST’s wheels stop, and people suffer from ecstasy …

જામનગર એસ ટી વિભાગના કર્મચારીઓ પણ રાજ્યવ્યાપી આ હડતાળમાં જોડાઇ ગયા છે. જામનગર વિભાગના 1,300 જેટલાં કર્મચારીઓ આ હડતાળમાં જોડાતાં અનેક રૂટ બંધ થઇ ગયા છે. જેને કારણે મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા છે. તો બીજીબાજુ દ્વારકા જિલ્લામાં પણ એસ ટીના 210 જેટલાં કર્મચારીઓ હડતાળમાં જોડાતાં 94 ટ્રીપના 47  રૂટ બંધ થયા છે. યાત્રાધામ દ્વારકામાં આવતાં શ્રદ્ધાળુઓ પણ એસ ટીની હડતાળને કારણે દ્વારકામાં અટવાઇ પડયા હતાં.

એકબાજુ લગ્નસરાની સીઝન છે ત્યારે મુસાફરો અન્ય શહેરોમાં જવા-આવવા માટે એસ ટી બસનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે જ આ હડતાળ પડતાં મુસાફરો ખાસ્સી હાલાકી ભોગવી રહ્યાં છે.

ST's wheels stop, and people suffer from ecstasy ...
ST’s wheels stop, and people suffer from ecstasy …
ST's wheels stop, and people suffer from ecstasy ...
ST’s wheels stop, and people suffer from ecstasy …

 

ખાનગી વાહન ચાલકોની ઉઘાડી

આજે એસટીના પૈડાં થંભી જતાં જ ઈકો, લકઝરી બસ સહિતના ખાનગી વાહનોએ રીતસરની ઉઘાડી લૂંટ ચલાવી લોકો પાસેથી બમણાં ભાડાં વસૂલ કર્યા હતાં. ખાસ કરીને હાલ લગ્નસરાની મોસમ હોય મુસાફરો હેરાન-પરેશાન થયાં હતાં. ઉપરાંત, અપ-ડાઉન કરતાં નોકરિયાતો, વિદ્યાર્થીઓને રાજકોટ-જામનગર વચ્ચે 100-100 રૂપિયા ભાડાં ખર્ચ કરવા પડ્યાં હતાં તો અમદાવાદ-રાજકોટ  પ00-પ00 રૂપિયા સુધી ભાડાની લૂંટ ચાલુ થઈ ગઈ હતી. જો કે, લોકોની મજબૂરી હોય, ના-છૂટકે ખાનગી વાહન ચાલકોને મોઢે માંગ્યા નાણાં ચૂકવી મુસાફરી કરવી પડી હતી. જો એસટીની હડતાલ લંબાશે તો સામાન્ય જનજીવન ઉપરમાઠી અસર પડશે.

Related posts

શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકોના બાળકોને સ્કોલરશીપનો લાભ લેવા અનુરોધ

Nawanagar Time

સલાયામાં સાત, જામનગરમાં વધુ ચાર કેસ પૉઝિટીવ

Nawanagar Time

બાળકના જન્મ પછી તરત જ ગર્ભનાળ કાપવા પર મૂકાશે પ્રતિબંધ

Nawanagar Time

Leave a Comment