Nawanagar Time
ગુજરાત જામનગર

વિદ્યાર્થી ની કોપી પણ આરટીઆઇ માંગી શકે

student-can-ask-for-retrieval-copy-also-rti

જામનગરના એડવોકેટ અંકિત સંઘપાલે રાઈટ ટુ ઈન્ફોર્મેશન કાયદાની વિસ્તૃત છણાવટ કરી

જામનગર:-આર.ટી.આઇ. (રાઇટ ટુ ઇન્ફરમેશન) તરીકે આખા દેશમાં ઓળખાતો આ કાયદો 12મી ઓકટો.-2005માં અમલમાં આવ્યો છે. જેમાં ફકત 31-કલમ છે. પરંતુ તાકાત ઝાઝી છે. તેમ કહી જામનગરના એડવોકેટ અંકિત સંધપાલે આરટીઆઇ કાયદાની વિસ્તૃત છણાવટ કરી

ગુજરાત સરકારની કચેરીઓમાં અરજી કરવાની ફી રૂા.20 છે. જ્યારે કેન્દ્ર સરકારની કચેરીઓ જેવી કે પોસ્ટ ઓફીસ, ટેલીફોન ઓફીસ, રેલ્વે, બેંક, ઇન્કમટેક્ષ, કસ્ટમ, વિગેરેમાં અરજી કરવાની ફી માત્ર રૂા.10 છે. જ્યારે ન્યાયતંત્રમાં અરજી કરવાની ફી રૂા.50 છે.

માહિતી ત્રીસ દિવસમાં કોઇપણ ભોગે આપવી જ પડે. ત્રીસ દિવસ એટલે કેલેન્ડર ડે,  કે જાહેર રજા પણ ત્રીસ દિવસમાં આવી જાય. ત્રીસ દિવસમાં માહિતી ન આપે તો માહિતી મફત આપવી પડે. ઉપરાંત માહિતી જેટલા દિવસ મોડી આપે તેટલા દિવસ સુધી પ્રતિદિનના રૂા.250 લેખે રૂા.25,000 સુધીની પેનલ્ટી જાહેર માહિતી અધિકારીની થઇ શકે.

સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા કર્મચારીઓ આજકાલ કલમ-8,9,11નો વ્યાપક પ્રમાણમાં હવાલો  અરજદારોને માહિતી આપતા નથી અને ચકરાવે ચડાવે છે. એવી કોઇ માહિતી ખાનગી હોતી નથી જે કલમ-8નો હવાલો ટાંકીને જણાવાય છે. તથા ત્રાહિત વ્યકિતની માહિતી છે એટલે કલમ-11 મુજબ આપી શકાય નહી. આ બાબત પણ ખોટી છે. ત્રાહિત વ્યકિતને નોટીસ કરવી ફરજીયાત છે. એ પોતાની ખાનગી માહિતી આપવાની ના પાડે  પણ અરજદાર તેની વિરૂઘ્ધ અપીલ કરી શકાય છે. આ અંગેના કોર્ટના ચુકાદાઓ છે. ધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્કમટેક્ષ આવકને સંલગ્ન માહિતી માંગી શકાય છે અને તે આપવી પડે તથા ખાનગી શાળા-કોલેજો પણ માહિતી આપવા બંધાયેલ છે. રાષ્ટ્રીયકૃત બેંકો ઉપરાંત ખાનગી બેંકોએ પણ માહિતી આપવી પડે. આ માટેના જુદી-જુદી હાઇકોર્ટ  સુપ્રિમ કોર્ટના અનેક ચુકાદાઓ છે.

ગરીબ લોકો આ કાયદાનો લાભ લેતા વંચીત ન રહે તે માટે તેઓને અરજી ફી તથા અન્ય ફી ભરવામાંથી માફી આપેલ છે. પરંતુ તેઓએ બી.પી.એલ.નો દાખલો સામે રાખવો ફરજીયાત છે. આર.ટી.આઇ. હેઠળ ઇ-મેઇલથી પણ અરજી કરી શકાય છે. રાષ્ટ્રપતિ ભવન અને પી.એમ. ઓફીસમાં પણ અરજી  શકાય. ઇ-મેઇલથી અરજી કરતી વખતે બેંક એકાઉન્ટ નંબર લખવા જેથી અરજી ફીની રકમ બેંક એકાઉન્ટમાંથી કાપી લેવામાં આવશે.

કલમ-26 મુજબ આર.ટી.આઇનો પ્રચાર-પ્રસાર કરવાની જવાબદારી સરકારની છે. પરંતુ સરકાર ઇચ્છતી નથી કે લોકો જાગૃત થાય, તેની સરકાર કાંઇ કરતી નથી. જ્યારે સ્વૈચ્છીક સંગઠનો તથા આર.ટી.આઇ. એકિટવિસ્ટો આખા દેશમાં કાર્યરત છે.  અને 28 હેઠળ સરકારી અધિકારીઓ મનસ્વી રીતે ફેરફાર કરી નાખે છે અને પોતે જવાબદારી ખંખેરી નાખે છે. તેથી વર્ગ 1-2નો દંડ થતો નથી અને વર્ગ-3ના કર્મચારી જ દંડાય છે. અધિકારીઓ મનસ્વી રીતે ફેરફાર કરે છે. કાયદા મુજબ ગર્વમેન્ટ ગેઝેટમાં ફેરફારની પ્રસિઘ્ધિ કરવી પડે. અધિકારીઓની મનસ્વીતા રોકવા આર.ટી.આઇ. એકિટવિસ્ટો દેશભરમાં  કરી રહ્યા છે, કે કલમ-27 અને 28 રદ કરો.

Related posts

કોરોના સામે બાથ ભીડવા જોડિયા તાલુકામાં આયુર્વેદ ઉકાળાનું અભિયાન

Nawanagar Time

ઇન્ચાર્જ ડીડીઓ ડોડિયા, હડિયા સામે તપાસનો આદેશ

Nawanagar Time

બે બિલ્ડરોના ત્રાસથી જામનગરના મૅડિકલ સ્ટોર સંચાલકનો આપઘાત

Nawanagar Time

Leave a Comment