Nawanagar Time
જામનગર ગ્રામ્ય

લાલપુરના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતરવા જતાં વિદ્યાર્થી ચગદાઈ ગયો

લાલપુરના રીંઝપર ગામનો એક વિદ્યાર્થી અમદાવાદથી પરત વતન આવવા માટે નીકળ્યા પછી આજે સવારે લાલપુર પાસે ચાલુ ટ્રેને ઉતરવા જતાં ટ્રેન હેઠળ ચગદાઈ મોતને શરણ થયો છે. આ વિદ્યાર્થીના પરિવારના કરૃણ આક્રંદથી વાતાવરણ ભારેખમ બન્યું હતું.

લાલપુર તાલુકાના રીંઝપરમાં રહેતા દેવશીભાઈ નંદાણિયા નામના આહિર પ્રૌઢનો વીસ વર્ષનો પુત્ર સાગર થોડા વખતથી અમદાવાદમાં રહી ત્યાં જ અભ્યાસ કરતો હતો તે દરમ્યાન વેકેશન પડતા સાગર ગઈકાલે પોતાના ગામ આવવા માટે અમદાવાદથી ટ્રેનમાં રવાના થયો હતો.

આ ટ્રેન જ્યારે આજે સવારે લાલપુર રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે સાગરને લેવા માટે તેમના પિતા દેવશીભાઈ આવ્યા હતા, પરંતુ ટ્રેનમાં મીઠી ઉંઘમાં સરી પડેલો સાગર જ્યારે લાલપુરના રેલવે ફાટક પરથી રવાના થઈ ત્યારે દેવશીભાઈએ સાગરને ફોન કરી હવે તું ચાલુ ટ્રેને ઉતરતો નહીં, આગળના સ્ટેશન પર ઉતરી જજે તેમ કહ્યું હતું પરંતુ સાગરે હજુ ટ્રેન ચાલુ જ થઈ છે તેમ માની ઉતરવાનો પ્રયાસ કર્યાે હતો. ત્યાર પછી ચાલુ ટ્રેને ઉતરવા જતાં સાગરભાઈનો પગ લપસ્યો હતો અને તે યુવાન ટ્રેનના તોતિંગ પૈંડા હેઠળ ચગદાઈ જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ બાબતની પિતાને જાણ થતા દેવશીભાઈ તથા અન્ય પરિવારજનો દોડી આવ્યા હતા. તેઓની રોકકળથી ભારે દર્દનાક દૃશ્યો સર્જાયા હતા. આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવી છે.

Related posts

ભાણવડમાં ઘર કરી ગયેલી રઝળતા ઢોરોની સમસ્યા, અનેક સ્થાનિકોને પડતી હાલાકી

Nawanagar Time

યોગ્ય વરસાદ ન થતા પાણીના ટેન્કરના ધંધામાં તેજી, જાણો કેટલો છે ભાવ

Nawanagar Time

સણોસરીમાં ગાંધી સંકલ્પ યાત્રા: ગાંધીજીના મૂલ્યોને જીવનમાં વણી લો: પૂનમબેન માડમ

Nawanagar Time

Leave a Comment