Nawanagar Time
ગુજરાત સ્પોર્ટસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિધાર્થીનીઓ ટેનિસ કિક્રેટમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી

students-of-devbhoomi-dwarka-district-have-got-nationalized-in-tennis-kits-at-the-national-level

જામખંભાળિયા:-ભારત સરકારનાં નેજા હેઠળનાં સ્કુલ ગેઇમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત 64માં રાષ્ટ્રીય ખેલમહોત્સવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બાળાઓ જેમાં ટેનિસ કિક્રેટ રમતમાં અંડર-14 વય જુથમાં ધોયલ રવિના વિજયભાઇ, દેથરિયા નેહલ કરણાભાઇ, કરમુર શ્રધ્ધા દેવરખીભાઇ, કરંગીયા ફોરમ હિરેનભાઇ અને નંદાણીયા ભાવના મારખીભાઇએ ખેલાડીઓને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. જયારે અંડર-19 વય જુથમાં ગાગીયા નિશા સોમાતભાઇ અને કંડોરીયા હિરૂ પીઠાભાઇએ તૃતિય નંબર મેળવ્યો હતો. અને અંડર-17 વયજુથની બેલા નિમિશા હરદાસભાઇ, માડમ દક્ષા ભાયાભાઇ અને ગોજીયા મિતાલી જેશાભાઇએ રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હતું. જેમાં ખેલાડીઓએ ચંદ્વક મેળવી ગુજરાત રાજય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

Related posts

GST મુદ્દે આરોપીઓને જામીન મુક્ત કરતી કોર્ટ…

Nawanagar Time

જામનગરની આંગડિયા પેઢીમાં ગાંધીનગરથી વીજિલન્સ તપાસ

Nawanagar Time

દ્વારકા મામલતદારે 20 લાખની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ

Nawanagar Time

Leave a Comment