Nawanagar Time
ગુજરાત જામનગર

અધૂરો અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને આયુ. યુનિ. ની તાકિદ

students-who-have-left-incomplete-study-uni-the-burden-of

ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક જેવા અભ્યાસક્રમ છોડીને જતાં રહેલ વિદ્યાર્થીઓનેે શરૂઆતથી અભ્યાસ કરવો પડશે

જામનગર:-ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એકઝામીનેશન ક્ધટ્રોલ બોર્ડની તેમજ સિન્ડીકેટની સભામાં થયેલ નિર્ણય અનુસાર વર્ષ 2016 પહેલાથી અમલમાં આવેલા યુનિવર્સિટીના તમામ અભ્યાસક્રમો (ડીપ્લોમા, સ્નાતક, અનુસ્તાક) જે હાલ ચાલુ નથી તેવા અભ્યાસક્રમો છોડીને જતા રહેલ વિદ્યાર્થીઓને કેટલી તક આપવી તે બાબતે નીચે મુજબના નિયમો નકકી કરવામાં આવેલ છે. આવા અભ્યાસક્રમના ડીબાર્ડ થયેલ સિવાયના તમામ વિદ્યાર્થીઓએ એપ્રિલ-2022 સુધીમાં અભ્યાસ ક્રમ પૂર્ણ કરવાનો રહેશે અન્યથા જે તે સમયના પ્રર્વતમાન કોર્ષમાં પ્રવર્તમાન ફી ભરીને શરૂઆતથી અભ્યાસક્રમ ચાલુ કરવાનો રહેશે. અભ્યાસક્રમ પૂર્ણ કરવા માંગતા વિદ્યાર્થીઓ જે કોલેજમાં હોય અને તે કોલેજ હાલ બંધ થઇ ગયેલ હોય અને વિદ્યાર્થીનો અભ્યાસક્રમ બાકી હોય તેવા કિસ્સામાં અન્ય કોલેજમાં એડમિશન લઇને અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે. વિદ્યાર્થી જે કોલેજમાં હોય અને તે કોલેજ બંધ થઇ ગયેલ હોય અને વિદ્યાર્થીની તમામ ટર્મની હાજરી  પૂર્ણ હોય અને ફકત અંતિમ વર્ષની પરીક્ષા બાકી હોય તેવા કિસ્સામાં જે તે વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં નિયમોનુસારની ફી ભરી પરીક્ષા ફોર્મ સીધુ યુનિવર્સિટીમાં ભરી શકશે.

ભવિષ્યમાં જયારે નવો અભ્યાસક્રમ અમલમાં આવે ત્યારે વિદ્યાર્થીની એડમીશન તારીખ જુના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને જે તે કોર્ષના અભ્યાસક્રમના સમયગાળા જેટલો વધારાનો સમયગાળો આપવો (જેમ કે બી.એએમએસ કોર્ષ 4.5 વર્ષ સમયગાળા સામે 4.5 વર્ષ સિલેબસ બદલાયા બાદ વધારાનો સમયગાળો, બીફાર્મ કોર્ષ 4 વર્ષના સમયગાળો) આ સમયગાળા દરમ્યાન કોઇ વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂર્ણ ન કરે તેવા કિસ્સામાં જે તે સમયના પ્રવર્તમાન કોર્ષમાં ફી ભરીને શરૂઆતથી અભ્યાસક્રમ ચાલુ કરવાનો રહેશે. જુના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને ફી ને લગતા તમામ નિયમો પ્રવર્તમાન ધોરણે લાગુ પડશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Related posts

રાજકોટ રેન્જ આઈજીએ જામનગરમાં પરેડનું ઈન્સ્પેક્શન કર્યું

Nawanagar Time

ડેન્ગ્યૂના રોગચાળામાં ફરી વધારો: 50 નવા કેસ નોંધાયા

Nawanagar Time

જામનગરને સીએનજી સિટી બસની દિવાળી ભેંટ મળી

Nawanagar Time

Leave a Comment